કેબિનેટનો મોટો નિર્ણય / સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો મળશે લાભ, ચૂંટણી પહેલા માસ્ટરસ્ટ્રોક

કેબિનેટનો મોટો નિર્ણય / સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો મળશે લાભ, ચૂંટણી પહેલા માસ્ટરસ્ટ્રોક

કેબિનેટનો મોટો નિર્ણય / સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો મળશે લાભ, ચૂંટણી પહેલા માસ્ટરસ્ટ્રોક

એક બાજુ છેલ્લા કેટલાય સમયથી જૂની પેન્શન યોજનાને લઈને સરકારી કર્મીઓ સરકાર સામે બાયો ચડાવી રહ્યા છે ત્યારે બીજી બાજુ બિનભાજપ શાસિત રાજ્યો તેનો અમલ કરી રહ્યા છે. છત્તીસગઢમાં મુખ્યમંત્રી બુપેશ બઘેલની કેબિનેટમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સરકારી કર્મચારીઓને એપ્રિલ 2022થી જૂની પેન્શન સ્કીમનો લાભ મળશે. તમને જણાવી દઈએ કે આ અગાઉ પંજાબમાં આપની સરકારે પણે જૂની પેન્શન યોજના લાગુ કરી છે ત્યારે હવે છત્તીસગઢમાં પણ કોંગ્રેસની સરકાર લાગુ કરવા જઈ રહી છે ત્યારે હવે ભાજપ શાસિત રાજ્યોની સરકારનું નાક દબાવ્યું છે.
આજે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકની બેઠક મળી હતી જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી રેશનકાર્ડ ધારકોને ફ્રીમાં રાશન આપવામાં આવશે. આ સિવાય કેબિનેટમાં છત્તીસગઢમાં જુગાર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે સરકારી કર્મચારીઓને એપ્રિલ 2022થી જૂની પેન્શન યોજનાનો લાભ મળશે.

1 એપ્રિલથી જૂની પેન્શન યોજનાનો લાભ

હકીકતમાં શુક્રવારના રોજ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી આવાસ પર કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના અધિકારીઓ અને કર્મચારીઓને એનપીએસની રકમ પરત કરવાનો ઈન્કાર કર્યા બાદ પણ જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો નિર્ણય લેવાયો હતો. આ અંતર્ગત 1 એપ્રિલ, 2022થી સરકારી કર્મચારીઓને છત્તીસગઢ જનરલ પ્રોવિડન્ટ ફંડના સભ્ય તરીકે ગણવામાં આવશે.