કર્ક રાશિફળ 2023:નોકરી અને ધંધામાં આગળ વધવાની તક મળશે, લોકો તમારાથી પ્રભાવિત થઇ શકે છે એક દિવસ પહેલા

કર્ક રાશિફળ 2023:નોકરી અને ધંધામાં આગળ વધવાની તક મળશે, લોકો તમારાથી પ્રભાવિત થઇ શકે છે એક દિવસ પહેલા

કર્ક રાશિફળ 2023:નોકરી અને ધંધામાં આગળ વધવાની તક મળશે, લોકો તમારાથી પ્રભાવિત થઇ શકે છે
એક દિવસ પહેલા

પોઝિટિવઃ- આ રાશિના જાતકોને જાન્યુઆરીથી એપ્રિલ સુધી નોકરી અને ધંધામાં આગળ વધવાની તક મળશે. મનોબળ વધશે, લોકો તમારાથી પ્રભાવિત થઇ શકે છે. પરિવારના જે જરૂરી કામ છે તે આ દરમિયાન પૂર્ણ થઇ શકશે. વાહન કે મિલ્કત ખરીદવાનો વિચાર આવી શકે છે. કામકાજમાં જવાબદારીમાં વધારો થઇ શકે છે. જેનો ફાયદો આવનારા સમયમાં જોવા મળશે. મેથી ડિસેમ્બર સુધીનો સમય મધ્યમ રહેશે. કામમાં સમસ્યા થશે પરંતુ કામ પૂર્ણ પણ થઇ જશે. આ દરમિયાન કન્ફ્યુઝનની સ્થિતિ પણ ઉદભવી શકે છે. કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લો, અનુભવી લોકોની સલાહ લેવાથી ફાયદો થશે.

નેગેટિવઃ- મેથી ઓક્ટોબર મહિના સુધી તમારી સંભાળીને રહેવું પડશે. આ 6 મહિના દરમિયાન કામમાં ગડબડ થઇ શકે છે. જેમાં કોઈ કામ અધૂરા રહી શકે છે તો કોઈ કામ પુરા થઇ શકે છે. આ સમય દરમિયાન કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ન કરો. આ સાથે કામ કરનારા અને આજુબાજુના લોકોની મદદ ન મળવાથી થોડું દુખ થઇ શકે છે. આ સમયમાં કામમાં મન નહીં લાગે તો યોજનાઓ પણ પુરી નહીં થાય.

વ્યવસાયઃ- જાન્યુઆરીથી એપ્રિલ સુધી નોકરી કરતા લોકોને ફાયદો થઇ શકે છે. જે લોકો નોકરીની શોધમાં છે તે લોકો માટે આ સારો સમય છે. સાથીઓ અને અધિકારીઓ વચ્ચે તાલમેલ રહેશે. જે લોકો નોકરી બદલવા ઈચ્છે છે તે લોકો માટે સારો સમય છે. ધંધો કરતા લોકો માટે આ સારો સમય છે. જે લોકો હાલ ધંધો કરી રહ્યા છે તેમનો ધંધો વધી શકે છે. સમ્માન વધશે. મેથી ડિસેમ્બર સુધીનો સમય મધ્યમ રહેશે. નવું કામ શરૂ કરી શકો છો. ઓગસ્ટથી ઓક્ટોબર વચ્ચે અચાનક જ પ્રમોશન મળી શકે છે. ઘર અને વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. ગ્રહ પ્રવેશ પણ થઇ શકે છે.

લવઃ- શરૂઆતના ચાર મહિના સારા રહેશે. લિવ-ઇનમાં રહેતા લોકો માટે સારો સમય છે. લગ્નનું પણ નક્કી થઈ શકે છે. આ સમય દરમિયાન નવા પ્રેમ-પ્રકરણની પણ શરૂઆત થઇ શકે છે. જૂન અને જુલાઈમાં મુશ્કેલ પરિસ્થિતિ આવી શકે છે. સંબંધોમાં વિવાદોની પણ શક્યતા જોવા મળી રહી છે. અમુક લોકોની મદદથી સંબંધો સુધારી શકાય છે. ઓગસ્ટથી ડિસેમ્બર સુધી પ્રેમ સંબંધો સામાન્ય રહેશે.

વિદ્યાર્થી વર્ગઃ- આ વર્ષની શરૂઆતના ચાર મહિના સારા રહેશે, તે સમયે ભણવામાં મન લાગશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. પરીક્ષા, ટેસ્ટ અને ઇન્ટરવ્યૂમાં સફળતા મળી શકે છે. મેથી ડિસેમ્બર સુધીનો સમય સામાન્ય રહેશે. વધારે આત્મવિશ્વાસથી બચવું પડશે નહીં તો નુકસાન થઇ શકે છે, ભણવામાં વધારે ધ્યાન આપવું પડશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય માટે સારો સમય છે. નવી આદતો શરૂ કરવાની ઈચ્છા ધરાવો છો તો થઇ શકે છે અને ફાયદો થશે. ફેબ્રુઆરી, જૂન અને નવેમ્બર ક્રોનિક દર્દીઓ માટે સારો સમય નથી. આ સમય સાવચેત રહો. ઈજા અથવા કોઈ રોગનું જોખમ છે.