Hockey World cup 2023 / 16 ટીમ વચ્ચે વિશ્વવિજેતા બનવા ૧૩ જાન્યુઆરીથી શરુ થશે ખરાખરીનો જંગ

Hockey World cup 2023 / 16 ટીમ વચ્ચે વિશ્વવિજેતા બનવા ૧૩ જાન્યુઆરીથી શરુ થશે ખરાખરીનો જંગ

Hockey World cup 2023 / 16 ટીમ વચ્ચે વિશ્વવિજેતા બનવા ૧૩ જાન્યુઆરીથી શરુ થશે ખરાખરીનો જંગ

Hockey World cup 2023 : ભારતની યજમાનીમાં 13 જાન્યુઆરીથી હોકીનો વિશ્વકપ શરૂ થવા જઇ રહ્યો છે. હોકી ના આ વિશ્વકપમા 16 ટીમો ભાગ લઈ રહી છે. ભારતીય ટીમ પણ બીજીવાર વિશ્વ વિજેતા બનવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ઓડિશાના બે શહેરોમાં કુલ 44 મેચ રમાશે. જ્યારે ટૂર્નામેન્ટની ફાઇનલ 29 જાન્યુઆરીએ રમાશે. જાણો આ લેખમા હોકી વિશ્વકપના ઈતિહાસથી લઈને આ વિશ્વકપ સુધી ની દરેક માહિતી. ૧૬ ટીમ, ૪ ગ્રુપ,૪૪ મેચ
                 Hockey World cup 2023

Hockey World cup 2023
હોકી વિશ્વકપ ટૂર્નામેન્ટની આ 15મી એડિશન છે. 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલ ટૂર્નામેન્ટમાં વિશ્વની 16 ટીમો ભાગ લઈ રહી છે. 16 ટીમોને 4-4 ના ગ્રુપમાં વહેંચવામા આવી છે. ભારતને ગ્રુપ-4 માં ઈંગ્લેન્ડ, વેલ્સ અને સ્પેનની સાથે રાખવામાં આવ્યું છે. ભારતનો પહેલો મુકાબલો 13 જાન્યુઆરીએ સ્પેન સામે છે. આ મેચ સાંજે 7 કલાકે શરુ થશે. 17 દિવસ ચાલનાર આ ટૂર્નામેન્ટમાં કુલ 44 મેચ રમાશે.

હોકી વિશ્વકપ શરુઆત
હોકી વિશ્વકપની શરૂઆત આજથી 52 વર્ષ પહેલા 1971 માં થઈ હતી. ત્યારે આ ટૂર્નામેન્ટમાં વિશ્વની 10 ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રથમ વિશ્વકપમા પાકિસ્તાને ફાઇનલમાં સ્પેનને 1-0થી હરાવી પ્રથમ વર્લ્ડ ચેમ્પિયન બન્યુ હતુ. આ પ્રથમ વિશ્વકપમા ત્યારે ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

ભારતમા યોજાયેલા હોકી વિશ્વકપ
ભારત ચોથી વખત હોકી વિશ્વકપનુ આયોજન કરી રહ્યું છે. અગાઉ ભારતે 1982, 2010 અને 2018 માં હોકી વિશ્વકપનું આયોજન કર્યું હતું. પ્રથમ વર્લ્ડ કપ 1971માં રમાયો હતો. તે પછી 1975 સુધી દર 2 વર્ષે તેનું આયોજન કરવામાં આવતું હતું. ત્યારબાદ 1981 સુધી 3 વર્ષના ગાળી વર્લ્ડ કપ રમાયા. ત્યારપછી 1986 થી 4 વર્ષના અંતરાલમાં સતત વર્લ્ડ કપ થઈ રહ્યો છે. 2022 માં, કોવિડ પરિષ્થિતિ ને કારણે ટૂર્નામેન્ટ ખસેડવામાં આવી હતી. હવે તેનું આયોજન જાન્યુઆરી 2023માં કરવામાં આવી રહ્યું છે.

હોકી વિશ્વકપ ફોરમેટ
આ ટુર્નામેન્ટમા લીગ રાઉન્ડ્મા ચારેય ગ્રુપમાં ટોપ પર રહેનારી ટીમ ને સીધી ક્વાર્ટર ફાઇનલ મા એંટ્રી મળશે. જ્યારે દરેક ગ્રુપમાં બીજા અને ત્રીજા નંબર પર રહેનારી ટીમો ક્રોસઓવર રાઉન્ડ રમશે. ક્રોસઓવર મેચ મા વિજેતા થનાર ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે. ક્વાર્ટરફાઇનલ મા જીતનારી ટીમ સેમીફાઇનલમાં પ્રવેશ કરશે. 27 જાન્યુઆરીએ બે સેમીફાઇનલ મેચ રમાશે. સેમીફાઇનલ જીતનારી ટીમો 29 જાન્યુઆરીએ ભુવનેશ્વરમાં ફાઇનલ મેચ રમશે. સાંજે 7 કલાકે આ મેચ ફાઇનલ શરુ થશે.

હોકી વર્લ્ડ કપ-2023 ગ્રુપગ્રુપ-એઃ આર્જેન્ટીના, ફ્રાન્સ, સાઉથ આફ્રિકા,ઓસ્ટ્રેલિયા
ગ્રુપ-બીઃ ચિલી, મલેશિયા, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ
ગ્રુપ-સીઃ બેલ્જિયમ, જાપાન, કોરિયા,જર્મની
ગ્રુપ-ડીઃ ભારત, ઈંગ્લેન્ડ, વેલ્સ.,સ્પેન
હોકી વિશ્વકપમાં અત્યાર સુધીના ચેમ્પિયન્સ
વર્લ્ડ કપ વર્ષ વિજેતા ટીમ
1971 પાકિસ્તાન
1973 નેધરલેન્ડ
1975 ભારત
1978 પાકિસ્તાન
1981 પાકિસ્તાન
1986 ઓસ્ટ્રેલિયા
1990 નેધરલેન્ડ
1994 પાકિસ્તાન
1998 નેધરલેન્ડ
2002 જર્મની
2006 જર્મની
2010 ઓસ્ટ્રેલિયા
2014 ઓસ્ટ્રેલિયા
2018 બેલ્જિયમ

હોકી વિશ્વકપ ૨૦૨૩ ભારતના મેચ13 જાન્યુઆરી : ભારત vs સ્પેન (રાઉરકેલા) – સાંજે 7:00 વાગ્યે
15 જાન્યુઆરી : ઈંગ્લેન્ડ vs ભારત (રાઉરકેલા) – સાંજે 7:00 વાગ્યે
19 જાન્યુઆરી: ભારત vs વેલ્સ (ભુવનેશ્વર) – સાંજે 7:00

Important Link

International Hockey federation website click here