કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ આ દરેક વ્યક્તિએ અવશ્ય જાણવું જોઈએ

કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ આ દરેક વ્યક્તિએ અવશ્ય જાણવું જોઈએ

કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ આ દરેક વ્યક્તિએ અવશ્ય જાણવું જોઈએ


હાઈ બ્લડ પ્રેસર, લો બ્લડપ્રેસર જેવી સમસ્યાઓ હ્રદય સાથે સંકળાયેલી સમસ્યો છે. જેમાં 100 થી 120 સુધીના બીપીની માત્રાને સામાન્ય માનવામાં આવે છે. જેમાં લો બીપીની સમસ્યા ખુબ જ ગંભીર છે. મેડીકલ સાયન્સ પ્રમાણે 90 નીચે જતા બીપીને લો બીપી કહેવામાં આવે છે.

સામાન્ય રીતે વ્યક્તિની ત્રીસ વર્ષની ઉમર સુધી 110થી 120 સામાન્ય રીતે રહે છે. આ પછી 30 થી 40 વર્ષ સુધી 120 થી 130 જેટલું રહે છે. જેમાં તમારું બીપી જ્યારે 150 થી ઉપર જાય તો તમારે માટે આ ખુબ જ ગંભીર સમસ્યા છે. 25થી 29 વર્ષની ઉંમરમાં પુરુષોનું બ્લડ પ્રેશર 120-80mmHg અને મહિલાઓનું બ્લડ પ્રેશર 120-80mmHg સુધી હોવું જોઇએ. 30થી 39 વર્ષની ઉંમરમાં પુરુષોનું બ્લડ પ્રશર 122-81mmHg અને મહિલાઓનું બ્લડ પ્રેશર 123-82mmHg સુધી હોવું જોઇએ.

આ બીપી તમારા બ્રેન સ્ટ્રોક, પેરાલીસીસ, હાર્ટ એટેક વગેરેનું કારણ બને છે. આ માટે તેનો ઉપાય કરવો જરૂરી છે. આ સમયે તમારે ડોક્ટરને બતાવી અને તેનો ઈલાજ ચાલુ કરી દેવો જરૂરી બને છે. આ સમસ્યામાંતમારે દર અઠવાડિયે બીપી ચેક કરાવતું રહેવું. જયારે તમારું બીપી સામાન્ય થઇ જાય, જેમાં 120 નજીક આવી જાય એટલે તમે ઠીક થઈ જશો. આ માટે અમે તમને ઉપયોગી એવો એક આયુર્વેદીક ઉપાય બતાવી રહ્યા છીએ, જે તમારા માટે ખુબ જ ઉપયોગી થશે.

આ માટે તમારા આંગણામાં જોવા મળતો બારમાસીનો છોડ આ બીપીની સમસ્યામાં ખુબ જ ઉપયોગી છે. આ ઉપાય કરવા માટે આ છોડના પાંચ પાન અને પાંચ ફૂલ દરરોજ સવારે ચાવી ચાવીને ખાઈ જવા.

જો તમારે આ પણ લઈને તેના જીણા જીણા કટલા કરી લેવા તેમ ફૂલના પણ કટકા કરી લેવા. તેને એક ગ્લાસ જેટલા પાણીમાં નાખીને આ પાણીને રાત્રી ભર માટે પલળવા માટે મુકી દેવું. એક રાત્રી રાખવાથી બારમાસીના આ ગુણ પાણીમાં ઉતરી જાય છે. આ પછી તમારે આ પાણીને પી જવું.

જો તમને આ રીતે પાન ખાવા તમને અનુકુળ ન લાગે તો તમારે રાત્રે આ પાન અને ફૂલ પલાળી દેવા. આ રીતે પલાળી લીધા બાદ સવારે ગાળીને આ પાણી પી જવું. આ ઉપાય કરતા સમયે તમે જે દવાઓ લેતા હોય છે તે સીધી જ બંધ ન કરી દેવી. કારણ કે એક સાથે ગોળી બંધ કરી દેવાથી બ્રેન સ્ટ્રોક આવે છે અને એકસામટું બીપી હાઈ થઇ જાય છે.

જયારે તમારું બીપી 200થી વધી જાય છે ત્યારે ખુબ જ તકલીફ પડી શકે છે. માટે આ બીપીને સમયાંતરે માપતા રહેવું. આ બીપીની સમસ્યા એક શાંત રોગ છે. જે ધીમે ધીમે વ્યક્તિને મૃત્યુ સુધી પહોચાડી દે છે તેની ખબર પણ કોઈને રહેતી નથી.

સૌ પ્રથમ સ્વચ્છ અજમાને એક કપ પાણીમાં રાત્રે પલાળી રાખી દો. સવારે આ પાણીને અજમાની સાથે 20 મિનિટ સુધી સારી રીતે ઉકાળી લો. કેટલાક સમય બાદ પાણીનો રંગ બદલી જશે. સ્વાદ માટે તમે ઈચ્છો તો તેમાં થોડુ લીંબુ મિક્સ કરી શકો છો.

આજે હાઈ બીપીની સમસ્યા પણ ઘણા પ્રમાણમાં જોવા મળે છે. ઘણા લોકોને આ હાઈબીપીની તકલીફ હોય છે. માટે આ રોગથી સચેત રહેવું જરૂરી છે. જયારે આ બીપીની સમસ્યા તમારા શરીરમાં હોય તો તમારે શરીરની કાળજી પણ રાખવી. જેમાં તમારે અમુક વસ્તુઓની પરેજી રાખવી.

આ સમસ્યામાં તમારે શરીરનાં ફેટ ન વધે, ચરબી વાળા પદાર્થો. કોલેસ્ટ્રોલ વધારનારા પદાર્થો, દૂધની ડેરી મિલ્કની પ્રોડક્ટ તેમજ તળેલા પદાર્થો, વધારે તેલ વાળા પદાર્થો, આ બધા પર તમારે કન્ટ્રોલ રાખવો. માટે તમને જો આવા ખોરાક વધારે પ્રમાણમાં ભાવતા હોય, તમને વધારે આવા સ્વાદિષ્ટ ખોરાકનો શોખ હોય તો તમારે તેના પર કાબુ રાખવો. જ તમે આ બધા જ પદાર્થો પર કાબુ રાખશો તો તમે લાંબુ આયુષ્ય ભોગવી શકશો.

જો આવી બધી જ વસ્તુઓની કાળજીઓ રાખવામાં ન આવે તો પેરાલીસીસ, લકવો, ચાલવામાં તકલીફ અને છેલ્લે હાર્ટએટેક એવી સમસ્યાઓ થઇ શકે છે. આવી બધી જ સમસ્યાઓનું મૂળ કારણ આ બીપી છે. આ બીપીને બરાબર કન્ટ્રોલમાં રાખવું, આ માટે તમે ઉપરોકત બારમાસીનો પ્રયોગ કરીને બીપીને કાબુમાં રાખી શકો છો.

આ સમસ્યા આજના સમયમાં ઘણા લોકોને જોવા મળે છે. એવા સમયે અમારી આ માહિતી બીપીની સમસ્યા ધરાવતા લોકોને માટે ખુબ જ ઉપયોગી થાય. તમે તેનાથી રક્ષણ મેળવી શકો અને રોગ મુક્ત રહી શકો.