Petrol Price in Gujarat: પેટ્રોલ-ડીઝલના ભાવ પર મોટું અપડેટ, ધડાધડ આટલા રૂપિયા ઘટી શકે છે પેટ્રોલનો ભાવ

Petrol Price in Gujarat: પેટ્રોલ-ડીઝલના ભાવ પર મોટું અપડેટ, ધડાધડ આટલા રૂપિયા ઘટી શકે છે પેટ્રોલનો ભાવ

Petrol Price in Gujarat: પેટ્રોલ-ડીઝલના ભાવ પર મોટું અપડેટ, ધડાધડ આટલા રૂપિયા ઘટી શકે છે પેટ્રોલનો ભાવ

Petrol Price in Gujarat: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી. પરંતુ હવે જલદી સામાન્ય જનતાને રાહત મળે તેવા સંકેત મળી રહ્યા છે. અત્રે જણાવવાનું કે 6 એપ્રિલ બાદ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ન તો કોઈ પણ વધારો થયો છે કે ન તો ઘટાડો થયો છે. સતત કિંમતો જેમની તેમ જ છે. સરકાર તરફથી ભાવમાં કાપ કરવા માટે અનેક પગલાં લેવાઈ રહ્યા છે અને ત્યારબાદ જલદી ભાવમાં ઘટાડો પણ જોવા મળી શકે છે.




Petrol Price in Gujarat: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી. પરંતુ હવે જલદી સામાન્ય જનતાને રાહત મળે તેવા સંકેત મળી રહ્યા છે. અત્રે જણાવવાનું કે 6 એપ્રિલ બાદ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ન તો કોઈ પણ વધારો થયો છે કે ન તો ઘટાડો થયો છે. સતત કિંમતો જેમની તેમ જ છે. સરકાર તરફથી ભાવમાં કાપ કરવા માટે અનેક પગલાં લેવાઈ રહ્યા છે અને ત્યારબાદ જલદી ભાવમાં ઘટાડો પણ જોવા મળી શકે છે. એક્સપર્ટનું માનવું છે કે જલદી ભાવમાં 10 ટકા એટલે કે લગભગ 14 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળી શકે છે.

જાન્યુઆરીના લેવલ પર પહોંચ્યું ક્રૂડ
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડો થવાની શક્યતા છે. એક્સપર્ટના જણાવ્યાં મુજબ હાલ બ્રેન્ટ ક્રૂડનો ભાવ સતત ઘટીને જાન્યુઆરીના સ્તર પર પહોંચી ગયો છે. જ્યારે આ દરમિયાન ઘરેલુ ઓઈલના ભાવમાં કોઈ કાપ જોવા મળ્યો નથી તો એવું માનવામાં આવી રહ્યું છે કે જલદી પેટ્રોલ ડીઝલના ભાવમાં ભારે કાપ જોવા મળશે.

150 ડોલરથી ગગડીને 85 ડોલર થયું ક્રૂડ ઓઈલ
હાલ બ્રેન્ટ ક્રૂડનો ભાવ 85 ડોલર પ્રતિ બેરલની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે WTI Crude નો ભાવ 78 ડોલર પ્રતિ બેરલના લેવલ પર પહોંચી ગયો છે. બીજી બાજુ વર્ષની શરૂઆતમાં ક્રૂડ ઓઈલનો ભાવ 150 ડોલરના લેવલ પર પહોંચી ગયો હતો અને આજે લગભગ 85થી 75 ડોલર વચ્ચે ટ્રેડ કરી રહ્યો છે.

ઘટાડો થવો નક્કી!
અત્રે જણાવવાનું કે ઘરેલુ બજારમાં પેટ્રોલ ડીઝલના ભાવ ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધ ઘટથી ફેરફાર થતા હોય છે. પરંતુ અહીં કિંમતોમાં સતત સ્થિરતા જળવાઈ રહી છે. તો આવામાં ભાવમાં ભારે ઘટાડો થાય તેવું માનવામાં આવી રહ્યું છે. આ ઘટાડો જલદી થઈ શકે છે.

વૈશ્વિક બજારમાં કેમ ઘટી રહ્યા છે ભાવ?
કોમોડિટી એક્સપર્ટના જણાવ્યાં મુજબ જો ક્રૂડના ભાવમાં 1 ડોલરનો કાપ આવે તો ત્યારબાદ રિફાઈનરી કંપનીઓને લગભગ 45 પૈસાની બચત થાય છે. જ્યારે એ હિસાબે જોઈએ તો અત્યાર સુધીમાં આ કંપનીઓની જે ખોટ હશે તે પણ પૂરી થઈ ગઈ હશે તો ભાવમાં ભારે ઘટાડો આવશે. અત્રે જણાવવાનું કે ગ્લોબલ ઈકોનોમીમાં સુસ્તીના કારણે દુનિયાભરમાં ઈંધણની ખપત ઘટી રહી છે. જેના કારણે ગ્લોબલ માર્કેટમાં સતત ઘટાડો હાવી છે.