મકાનમાલિકે મકાન ભાડે આપતાં પહેલાં રાખવું જોઈએ આ વાતનું ધ્યાન, નહીં તો આવી શકે છે પસ્તાવાનો વારો
Tuesday, December 27, 2022
Edit
મકાનમાલિકે મકાન ભાડે આપતાં પહેલાં રાખવું જોઈએ આ વાતનું ધ્યાન, નહીં તો આવી શકે છે પસ્તાવાનો વારો
દિલ્હીના શ્રદ્ધા હત્યા કેસમાં દરરોજ નવા-નવા વળાંક આવી રહ્યા છે. ત્યારે વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. શ્રદ્ધા અને આફતાબે ફ્લેટ ભાડે લીધો ત્યારે મકાનમાલિકને પોતે પરિણીત હોવાની જાણકારી આપી હતી. તો બીજી તરફ મકાનમાલિક આ અંગે અજાણ હતા. આ રીતે પતિ-પત્ની જણાવીને લિવ-ઇનમાં રહેવાનું ચલણ શહેરમાં વધ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે ભાડા કરાર કરતા સમયે આ વાતની ખબર નથી પડતી. જો ખબર પડે છે તો... ભૂલ કોની અને કયા થઈ રહી છે? આજે કામના સમાચારમાં આ અંગે સમગ્ર માહિતી વિશે જણાવીશું
આજના અમારા એકસપર્ટ છે સુપ્રીમ કોર્ટના એડવોકેટ સચિન નાયક.
સવાલ : ભાડા કરાર શું હોય છે?
જવાબ: જ્યારે કોઈ મકાન ભાડા પર આપવામાં આવે છે ત્યારે મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચે અમુક વાતોને લઈને સમાધાન કરવામાં આવે છે. પહેલા આ વાતચીત મૌખિક રીતે કરવામાં આવતી હતી, પરંતુ સમય જતાં હવે લેખિતમાં લેવામાં આવે છે, જેને ભાડા કરાર કહેવામાં આવે છે.
સવાલ : જો કોઈ મકાનમાલિક ભાડા કરાર કરાવવા માગે છે, તો તેના માટે શું પ્રક્રિયા છે?
જવાબ : આ રહી પ્રક્રિયા.

સવાલ : ભાડા કરાર પતિ-પત્ની બંનેનાં નામ પર બનાવવામાં આવે છે કે પછી કોઈ એક વ્યક્તિના નામ પર પણ બનાવી શકાય છે?
જવાબ: પતિ-પત્નીનાં નામ સિવાય તે કોઈ એક વ્યક્તિના નામે પણ બનાવી શકાય છે. આ ઉપરાંત ધારો કે તમારું બાળક અભ્યાસ માટે દિલ્હી જાય છે અને 4 લોકો એક ફ્લેટ અથવા રૂમમાં સાથે રહે છે, તો તે ચારેયનાં નામ પર ભાડા કરાર કરી શકાય છે.
સવાલ : જો કોઈ મકાનમાલિક લિવ-ઇન પાર્ટનરને ઘર ભાડે આપવા નથી માગતા અને છેતરપિંડીથી ઘર ભાડે રાખી લે છે તો મકાનમાલિક શું કરી શકે છે?
જવાબ : જો કોઈ આ પ્રકારની આવી ઘટના બને છે તો ભાડા કરાર ઓટોમેટિક કેન્સલ થઈ જાય છે. મકાનમાલિક તમને ઘર ખાલી કરવાનું કહે છે તો તમારે કોઈપણ આનાકાની વગર ઘર ખાલી કરી દેવું પડે છે.
સવાલ: જો છોકરો અને છોકરી કહે કે તેઓ પતિ-પત્ની છે અને મકાન ભાડે લેવા માગે છે, તો મકાનમાલિકને કેવી રીતે ખબર પડશે કે તેઓ ખરેખર પરિણીત છે કે નહીં?

જવાબ: મકાન ભાડે આપતાં પહેલાં મકાનમાલિકે છોકરા અને છોકરી પાસેથી તેમના લગ્નના પુરાવા માગવા જોઈએ, જેમકે- લગ્નનું પ્રમાણપત્ર અથવા કોઈપણ એફિડેવિટ. જો કોઈ કપલ કોર્ટ મેરેજ કરે છે, તો મૂળભૂત રીતે તેમના લગ્ન નોંધાયેલા છે. જો તે કોર્ટ મેરેજને બદલે પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કરે છે, મ્યુનિસિપાલિટીમાં જઈને તેના લગ્નની નોંધણી કરાવવી પડશે.
સવાલ : જો કોઈ વ્યક્તિ નકલી લગ્ન પ્રમાણપત્ર અથવા એફિડેવિટ રજૂ કરે તો શું થશે?
જવાબ : આ સમયે જો ફરિયાદ કરવામાં આવે તો 7 વર્ષની જેલની સજા, દંડ અથવા બને થઈ શકે છે.
સવાલ : ભાડા કરાર કરતા સમયે મકાનમાલિકે કઇ-કઇ વાતનું ધ્યાન રાખવું જોઇએ?
જવાબ : 2-3 વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.
સાક્ષી :
ભાડા કરાર માટે તમે જે બે લોકોને સાક્ષી બનાવો છો તેઓ શારીરિક અને માનસિક રીતે સક્ષમ હોવા જોઈએ. જે લોકો સાક્ષી છે તેમની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
ભાડા કરારની સમય મર્યાદા :
જો તમે માત્ર ભાડા કરાર નોટરાઇઝ કરી રહ્યા છો. પછી તમારે 11 મહિના માટે તમારો કરાર કરવો જોઈએ.
મિલકત વિવાદ :
તમે જે મિલકત ભાડે લઈ રહ્યા છો એ તમારે તપાસવી જોઈએ. એના પર કોઈ વિવાદ કે સ્ટે નથી.
સવાલ : ભાડા કરાર બનાવવામાં શું ફાયદો થાય છે?
જવાબ : તમને 2 ફાયદા થઈ શકે છે.
ટેક્સમાં છૂટ : જે લોકો આવકવેરા રિટર્ન ફાઈલ કરે છે તેમને કરમુક્તિ મળે છે. જો તમે ભાડા કરાર વિના ભાડાના મકાનમાં રહો છો, તો તમે કોઈપણ સંજોગોમાં આવકવેરા રિટર્નમાં કરમુક્તિનો દાવો કરી શકતા નથી.
એડ્રેસ પ્રૂફ :ભાડા કરાર એ તમારો માન્ય રહેઠાણનો પુરાવો છે, જેનો ઉપયોગ તમે ગેસ-કનેક્શન, ઓળખ પ્રમાણપત્ર, પાસપોર્ટ, લાઇસન્સ જેવી વસ્તુઓ બનાવવા માટે પણ કરી શકો છો.
સવાલ : ભાડા કરાર હંમેશાં 11 મહિનાનો જ કેમ હોય છે?
જવાબ : રજિસ્ટ્રેશન એક્ટ અનુસાર, જો કોઈ પ્રોપટીને 12 મહિના કે તેથી વધુ સમય માટે ભાડા પર આપો છો તો એના માટે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે, તેથી ખર્ચથી બચવા માટે 11 મહિનાનો ભાડા કરાર કરવામાં આવે છે.
સવાલ : ભાડૂઆતોએ ભાડા કરારમાં કઈ બાબતો તપાસવી જોઈએ?
જવાબ : ભાડૂઆતોએ ભાડા કરાર પર હસ્તાક્ષર કરતાં પહેલાં આ 3 બાબત તપાસવી જોઈએ-
જ્યારે તમે ફુલ્લ ફર્નિશ્ડ અથવા સેમી ફર્નિશ્ડ ઘર ભાડે લો છો તો તમારે એમાં ફર્નિચર અને ફિટિંગના સંપૂર્ણ લિસ્ટનો ઉલ્લેખ કરવો જોઈએ.
સવાલ : મકાનમાલિકે ભાડે મકાન આપતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
જવાબ : આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
11 મહિનાનો ભાડા કરાર
ભાડૂઆતનું પોલીસ વેરિફિકેશન
જ્યારે પણ તમે તમારું ઘર અથવા દુકાન કોઈ ભાડૂઆતને આપો, જો શક્ય હોય તો અગાઉના માલિક સાથે ભાડૂઆતનો રેકોર્ડ તપાસો.
આ તેનું વર્તનને બતાવશે કે તે સમયસર ભાડું ચૂકવે છે કે નહીં.
કેટલાક મકાનમાલિકો ભાડૂઆતને ભાડું ચૂકવવા માટેની રસીદ પણ આપે છે, જેને ભાડાની રસીદ કહેવામાં આવે છે. આ એ વાતનો પુરાવો છે કે ભાડૂઆતે મકાનમાલિકને ભાડું ચૂકવી દીધું છે.
મોટા ભાગના મકાનમાલિકો આવું કરતા નથી. ટેક્સના હેતુ માટે ઘણી વખત ભાડાની રસીદ ઓફિસમાં આપવી પડે છે. આ સ્થિતિમાં કર્મચારી અંગત લાભ માટે ભાડાની રસીદ બનાવટી બનાવતો હતો. બનાવટી ભાડાની રસીદ બનાવવી ગેરકાયદે છે.આ માટે આકરી સજા થઈ શકે છે.
ઓફિસમાં એચઆરએ પેપર્સ દ્વારા નકલી રસીદો બનાવવામાં આવી હોય તો વાંચો
સવાલ : ભાડા કરારની નકલી રસીદ બનાવવી આજકાલ સરળ છે, જેમાં શું સજા છે?
: નકલી રસીદ બનાવવા માટે સજાનો આધાર ભાડાની રકમ અને બનાવટીના પ્રકાર પર આધારિત છે. બનાવટી ભાડાની રસીદ બનાવવા માટે અલગથી સજા નક્કી કરવામાં આવી છે.

- મકાનમાલિક અથવા ભાડૂઆત કોઈપણ વકીલ પાસે ભાડા કરાર માટે કહી શકે છે.
- વકીલ ભાડા કરાર તૈયાર કરશે તથા માલિક અને ભાડૂઆત બંને પાસેથી સાઇન કરાવવામાં આવશે.
- વકીલ બંને સાક્ષીની સાઇન કરાવશે.
- સાઇન કર્યા પછી એ ભાડા કરાર નોટરી દ્વારા નોટરાઇઝ કરવામાં આવશે.
- આ રીતે ભાડા કરાર તૈયાર કરવામાં આવે છે, જે તમે એડવોકેટ પાસેથી લઈ શકો છો.
- ધ્યાનમાં રાખો- નોટરી વિના કરાયેલા ભાડા કરારનો કાયદામાં કોઈ ઉપયોગ નથી.

સવાલ : ભાડા કરાર પતિ-પત્ની બંનેનાં નામ પર બનાવવામાં આવે છે કે પછી કોઈ એક વ્યક્તિના નામ પર પણ બનાવી શકાય છે?
જવાબ: પતિ-પત્નીનાં નામ સિવાય તે કોઈ એક વ્યક્તિના નામે પણ બનાવી શકાય છે. આ ઉપરાંત ધારો કે તમારું બાળક અભ્યાસ માટે દિલ્હી જાય છે અને 4 લોકો એક ફ્લેટ અથવા રૂમમાં સાથે રહે છે, તો તે ચારેયનાં નામ પર ભાડા કરાર કરી શકાય છે.
સવાલ : જો કોઈ મકાનમાલિક લિવ-ઇન પાર્ટનરને ઘર ભાડે આપવા નથી માગતા અને છેતરપિંડીથી ઘર ભાડે રાખી લે છે તો મકાનમાલિક શું કરી શકે છે?
જવાબ : જો કોઈ આ પ્રકારની આવી ઘટના બને છે તો ભાડા કરાર ઓટોમેટિક કેન્સલ થઈ જાય છે. મકાનમાલિક તમને ઘર ખાલી કરવાનું કહે છે તો તમારે કોઈપણ આનાકાની વગર ઘર ખાલી કરી દેવું પડે છે.
સવાલ: જો છોકરો અને છોકરી કહે કે તેઓ પતિ-પત્ની છે અને મકાન ભાડે લેવા માગે છે, તો મકાનમાલિકને કેવી રીતે ખબર પડશે કે તેઓ ખરેખર પરિણીત છે કે નહીં?

જવાબ: મકાન ભાડે આપતાં પહેલાં મકાનમાલિકે છોકરા અને છોકરી પાસેથી તેમના લગ્નના પુરાવા માગવા જોઈએ, જેમકે- લગ્નનું પ્રમાણપત્ર અથવા કોઈપણ એફિડેવિટ. જો કોઈ કપલ કોર્ટ મેરેજ કરે છે, તો મૂળભૂત રીતે તેમના લગ્ન નોંધાયેલા છે. જો તે કોર્ટ મેરેજને બદલે પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કરે છે, મ્યુનિસિપાલિટીમાં જઈને તેના લગ્નની નોંધણી કરાવવી પડશે.
સવાલ : જો કોઈ વ્યક્તિ નકલી લગ્ન પ્રમાણપત્ર અથવા એફિડેવિટ રજૂ કરે તો શું થશે?
જવાબ : આ સમયે જો ફરિયાદ કરવામાં આવે તો 7 વર્ષની જેલની સજા, દંડ અથવા બને થઈ શકે છે.
સવાલ : ભાડા કરાર કરતા સમયે મકાનમાલિકે કઇ-કઇ વાતનું ધ્યાન રાખવું જોઇએ?
જવાબ : 2-3 વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.
સાક્ષી :
ભાડા કરાર માટે તમે જે બે લોકોને સાક્ષી બનાવો છો તેઓ શારીરિક અને માનસિક રીતે સક્ષમ હોવા જોઈએ. જે લોકો સાક્ષી છે તેમની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
ભાડા કરારની સમય મર્યાદા :
જો તમે માત્ર ભાડા કરાર નોટરાઇઝ કરી રહ્યા છો. પછી તમારે 11 મહિના માટે તમારો કરાર કરવો જોઈએ.
મિલકત વિવાદ :
તમે જે મિલકત ભાડે લઈ રહ્યા છો એ તમારે તપાસવી જોઈએ. એના પર કોઈ વિવાદ કે સ્ટે નથી.
સવાલ : ભાડા કરાર બનાવવામાં શું ફાયદો થાય છે?
જવાબ : તમને 2 ફાયદા થઈ શકે છે.
ટેક્સમાં છૂટ : જે લોકો આવકવેરા રિટર્ન ફાઈલ કરે છે તેમને કરમુક્તિ મળે છે. જો તમે ભાડા કરાર વિના ભાડાના મકાનમાં રહો છો, તો તમે કોઈપણ સંજોગોમાં આવકવેરા રિટર્નમાં કરમુક્તિનો દાવો કરી શકતા નથી.
એડ્રેસ પ્રૂફ :ભાડા કરાર એ તમારો માન્ય રહેઠાણનો પુરાવો છે, જેનો ઉપયોગ તમે ગેસ-કનેક્શન, ઓળખ પ્રમાણપત્ર, પાસપોર્ટ, લાઇસન્સ જેવી વસ્તુઓ બનાવવા માટે પણ કરી શકો છો.
સવાલ : ભાડા કરાર હંમેશાં 11 મહિનાનો જ કેમ હોય છે?
જવાબ : રજિસ્ટ્રેશન એક્ટ અનુસાર, જો કોઈ પ્રોપટીને 12 મહિના કે તેથી વધુ સમય માટે ભાડા પર આપો છો તો એના માટે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે, તેથી ખર્ચથી બચવા માટે 11 મહિનાનો ભાડા કરાર કરવામાં આવે છે.
સવાલ : ભાડૂઆતોએ ભાડા કરારમાં કઈ બાબતો તપાસવી જોઈએ?
જવાબ : ભાડૂઆતોએ ભાડા કરાર પર હસ્તાક્ષર કરતાં પહેલાં આ 3 બાબત તપાસવી જોઈએ-
- સૌથી મહત્ત્વની બાબત એ છે કે ભાડું. ભાડાની રકમ, એ કઈ તારીખે ચૂકવવાનું રહેશે અને મોડી ચુકવણી માટે દંડ, આ બધી બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખ ભાડા કરારમાં હોવો જોઈએ.
- કયા સમયમાં ભાડું વધારવામાં આવશે, એનો ઉલ્લેખ ભાડા કરારમાં પણ હોવો જોઈએ.આ સાથે ભાડું કેટલું વધશે એટલે કે 1 હજાર, 2 હજાર અથવા એનાથી પણ વધુ.
- ભાડા કરારની સમયમર્યાદા નિશ્ચિત રહે છે. ઉદાહરણ તરીકે, 11 મહિના. ક્યારેક એવી સ્થિતિ પણ સર્જાય છે કે મકાનમાલિક કે ભાડૂઆતને ભાડા કરાર રદ કરવો પડે છે. આ માટે ભાડા કરારમાં નોટિસ પિરિયડનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. આ એ સમય છે, જેમાં ભાડૂઆતોને વાજબી સમય આપ્યા પછી ઘર ખાલી કરવાનું કહી શકાય. નોટિસનો સમયગાળો મોટે ભાગે માત્ર એક મહિનાનો હોય છે
જ્યારે તમે ફુલ્લ ફર્નિશ્ડ અથવા સેમી ફર્નિશ્ડ ઘર ભાડે લો છો તો તમારે એમાં ફર્નિચર અને ફિટિંગના સંપૂર્ણ લિસ્ટનો ઉલ્લેખ કરવો જોઈએ.
સવાલ : મકાનમાલિકે ભાડે મકાન આપતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
જવાબ : આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
11 મહિનાનો ભાડા કરાર
- ભાડા કરાર 11 મહિના માટે કરાવવો જરૂરી છે.
- ભાડૂઆત 11 મહિના પછી ઘર અથવા દુકાન ખાલી કરવાનો ઇનકાર કરે છે. જો તમે આમ કરો છો તો તમે આ ભાડા કરાર કોર્ટમાં બતાવી શકો છો.
- જો મકાનમાલિક 11 મહિના પછી પણ જૂના ભાડૂઆતને રાખવા માગે છે, તો તેણે દર વર્ષે ભાડા કરાર રિન્યૂ કરાવવો પડશે.
ભાડૂઆતનું પોલીસ વેરિફિકેશન
- મિલકત ભાડે આપતાં પહેલાં પોલીસ વેરિફિકેશન જરૂરી છે.
- મકાનમાલિકે વ્યક્તિગત રીતે આ કામ કરાવવું જોઈએ.
- પોલીસ પાસે ભાડૂઆત વેરિફિકેશન ફોર્મ છે.
- આ ભરવા માટે ભાડૂઆતનો ફોટો, આધારકાર્ડની કોપી બધું જ સબ્મિટ કરવું પડશે.
- ભાડૂઆતનો કોઈ ગુનાહિત રેકોર્ડ હશે તો એ પોલીસ વેરિફિકેશન દ્વારા જાણી શકાશે.
જ્યારે પણ તમે તમારું ઘર અથવા દુકાન કોઈ ભાડૂઆતને આપો, જો શક્ય હોય તો અગાઉના માલિક સાથે ભાડૂઆતનો રેકોર્ડ તપાસો.
આ તેનું વર્તનને બતાવશે કે તે સમયસર ભાડું ચૂકવે છે કે નહીં.
કેટલાક મકાનમાલિકો ભાડૂઆતને ભાડું ચૂકવવા માટેની રસીદ પણ આપે છે, જેને ભાડાની રસીદ કહેવામાં આવે છે. આ એ વાતનો પુરાવો છે કે ભાડૂઆતે મકાનમાલિકને ભાડું ચૂકવી દીધું છે.
મોટા ભાગના મકાનમાલિકો આવું કરતા નથી. ટેક્સના હેતુ માટે ઘણી વખત ભાડાની રસીદ ઓફિસમાં આપવી પડે છે. આ સ્થિતિમાં કર્મચારી અંગત લાભ માટે ભાડાની રસીદ બનાવટી બનાવતો હતો. બનાવટી ભાડાની રસીદ બનાવવી ગેરકાયદે છે.આ માટે આકરી સજા થઈ શકે છે.
ઓફિસમાં એચઆરએ પેપર્સ દ્વારા નકલી રસીદો બનાવવામાં આવી હોય તો વાંચો
સવાલ : ભાડા કરારની નકલી રસીદ બનાવવી આજકાલ સરળ છે, જેમાં શું સજા છે?
: નકલી રસીદ બનાવવા માટે સજાનો આધાર ભાડાની રકમ અને બનાવટીના પ્રકાર પર આધારિત છે. બનાવટી ભાડાની રસીદ બનાવવા માટે અલગથી સજા નક્કી કરવામાં આવી છે.
- જો આવક ઓછી નોંધાયેલી હોય, તો આવકવેરા વિભાગ ખોટી રીતે નોંધાયેલી આવક પર લાગુ કરના 200 ટકા સુધીનો દંડ લાદી શકે છે.
- આવકની અન્ડર-રિપોર્ટિંગ પર 50% દંડ લાદવામાં આવી શકે છે.
- ડેટા મિસમેચના કિસ્સામાં આવકવેરા વિભાગ માન્ય દસ્તાવેજોની માગ કરતી નોટિસ મોકલી શકે છે. તપાસ શરૂ કરી શકે છે. HRA મુક્તિ રદ કરી શકાય છે.
- એવું નથી કે મકાનમાલિક પાસે જ કાનૂની અધિકાર છે, ભાડૂઆત પાસે પણ આ અધિકાર છે.
- મોડલ ટેનન્સી એક્ટ હેઠળ, ભાડૂતને ભાડા કરારમાં નિર્ધારિત સમયમર્યાદા પહેલાં બહાર કાઢી શકાય નહીં, સિવાય કે તેણે સતત બે મહિના સુધી ભાડું ચૂકવ્યું ન હોય અથવા મિલકતનો દુરુપયોગ ન કર્યો હોય.
- રહેણાક મકાન માટેની સુરક્ષા મહત્તમ 2 મહિનાનું ભાડું હોઈ શકે છે. બિનરહેણાક આવાસ માટે મહત્તમ 6 મહિનાનું ભાડું એડવાન્સમાં લઇ શકાય છે.
- ભાડૂઆતને ભાડાની ચુકવણી માટે દર મહિને રસીદ મેળવવાનો અધિકાર છે. જો મકાનમાલિક સમય પહેલાં ભાડૂઆતને બહાર કાઢે છે, જેથી કોર્ટમાં પુરાવા તરીકે રસીદ બતાવી શકાય.
- ભાડૂઆતને કોઈપણ કિંમતે વીજળી અને પાણી લેવાનો અધિકાર છે. કાયદા અનુસાર, વીજળી અને પાણી એ કોઈપણ વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતો છે.
- તેને ઘર કે મકાન ખાલી કરાવવાનું ચોક્કસ કારણ જાણવાનો અધિકાર છે.
- જો મકાનમાલિક ભાડા કરારમાં નિર્ધારિત સિવાયની કોઈપણ શરત લાદે અથવા અચાનક ભાડું વધારી દે તો કોર્ટમાં અરજી કરી શકે છે.
- જો ભાડૂઆત ઘરમાં ન હોય તો મકાનમાલિક તેના ઘરનું તાળું તોડી શકે નહીં તેમજ વસ્તુઓ બહાર ફેંકી શકાતી નથી. આમ કરવાથી કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
- મકાનમાલિક ભાડૂઆતના ઘરે જાણ કર્યા વિના આવી શકે નહીં.
- તેની કોઈપણ સામગ્રીની તપાસ કરી શકતો નથી.
- ભાડૂઆત અને પરિવારના સભ્યો પર આખો સમય નજર રાખી શકે નહિ.