શિયાળામાં તડકામાં બેસવાથી ઓમિક્રોન સામે લડત આપતી ઈમ્યુનિટી વધશે, જાણો સનબાથના ફાયદાઓ

શિયાળામાં તડકામાં બેસવાથી ઓમિક્રોન સામે લડત આપતી ઈમ્યુનિટી વધશે, જાણો સનબાથના ફાયદાઓ

શિયાળામાં તડકામાં બેસવાથી ઓમિક્રોન સામે લડત આપતી ઈમ્યુનિટી વધશે, જાણો સનબાથના ફાયદાઓતડકામાં બેસવાથી માંસપેશીઓ અને હાડકાં મજબૂત બને છે
સૂર્યપ્રકાશથી સારી ઊંઘ આવે છે અને મેન્ટલ હેલ્થ સારી બને છે

કડકડતી ઠંડીમાં તડકામાં બેસવાની મજા જ કંઈક અલગ હોય છે. તડકામાં બેસી તમે તમારી ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ બનાવી શકો છો. તેનાથી તમને ઓમિક્રોન સામે રક્ષણ મળી શકે છે. તડકામાં બેસવાથી શરીરને ગરમાવો મળે છે અને વિટામિન-D મળી રહે છે. સૂર્યપ્રકાશથી કેલ્શિયમ અને ફોસ્ફરસની ઊણપ દૂર થાય છે. કોરોના સામે લડવા માટે શરીરમાં વિટામિન-Dની યોગ્ય માત્રા હોવી જરૂરી છે.

વિટામિન-Dનું લેવલ ઓછું થઈ જાય તો ઘણી બીમારીઓ થઈ શકે છે. શિયાળામાં તડકામાં બેસવાથી અઢળક ફાયદા મળે છે. શા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે? તડકામાં બેસવાના કયા ફાયદા છે આવો જાણીએ....