આખો શિયાળો હોઠ ફાટવા, ચીરાં પડવા કે સૂકાઈ જવાની સમસ્યા નહીં થાય, બસ આ 8માંથી 1 ઉપાય કરી લો

આખો શિયાળો હોઠ ફાટવા, ચીરાં પડવા કે સૂકાઈ જવાની સમસ્યા નહીં થાય, બસ આ 8માંથી 1 ઉપાય કરી લો

આખો શિયાળો હોઠ ફાટવા, ચીરાં પડવા કે સૂકાઈ જવાની સમસ્યા નહીં થાય, બસ આ 8માંથી 1 ઉપાય કરી લો

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એવામાં ઠંડીની સૌથી વધારે અસર આપણા કોમળ હોઠ પર પહેલાં પડે છે. જો ધ્યાન ન રાખવામાં આવે તો હોઠ ફાટવા, હોઠ સૂકાઈ જવા, હોઠ કાળા પડી જવા વગેરે સમસ્યાઓ થવા લાગે છે. એમાંય ઘણાં લોકોનાં હોઠ તો એટલી હદે ફાટી જાય છે કે તેમાંથી લોહી નીકળવા લાગે છે. જેથી આજે અમે તમને ઘરે જ કરી શકાય એવા ખાસ, સસ્તા અને સરળ નુસખા જણાવીશું.

  • દરરોજ દિવસમાં લગભગ બેવાર એલચી પીસીને તેને માખણ મિક્સ કરીને સાત દિવસ સુધી સતત લગાવવાથી પણ હોઠ પર ચીરાં પડવાની સમસ્યા દૂર થઈ જાય છે. ગુલાબના ફૂલને વાટીને તેમાં થોડીક મલાઈ અથવા દૂધ મિક્સ કરી હોઠ પર લેપ કરવાથી પણ ફાયદો થાય છે.
  • એક નાની ચમચી ગુલાબજળમાં ત્રણ-ચાર ટીંપા ગ્લિસરીન મિક્સ કરીને દિવસમાં ત્રણથી ચાર વખત હોઠ પર લગાવો. આનાથી ફાટેલા હોઠ સારાં થઈ જશે.
  • હોઠને મુલાયમ રાખવા માટે પ્રાચીન સમયથી તેની પર ઘી લગાવવામાં આવે છે. આનાથી હોઠનો રંગ પર બદલાતો નથી. પરંતુ વધુ સારા પરિણામ માટે રાતે ઘીમાં લીંબૂનો રસ નાખીને લગાવવું અને સવારે ધોઈ નાખવું. હોઠ વધુ ગુલાબી બનશે.
  • હોઠને નેચરલ રીતે ગુલાબી અને સ્વસ્થ રાખવા માટે લીંબુના રસમાં ગુલાબજળ મિક્ષ કરીને લગાવવું. સારા પરિણામ માટે રોજ આ રીતે લગાવવું.
  • હોઠ ફાટવાની સમસ્યાને દૂર કરવા માટે ભોજનમાં લીલા શાકભાજી, માખણ, કાકડી, પપૈયું, સોયાબીન તેમજ દાળનો પ્રયોગ વધારે કરવો. આ બધી વસ્તુઓ વિટામિનની ઉણપને દૂર કરે છે અને આપણા હોઠને ફાટવાથી બચાવે છે.
  • રાત્રે સુતા પહેલાં હોઠ પર એક મિનિટ સુધી માખણ લગાવી રાખો. આનાથી હોઠ મુલાયમ રહે છે અને ફાટતાં નથી.
  • જો હોઠ વધુ ફાટી ગયા હોય તો તેના પરની મૃત ત્વચાને કાઢી નાખો, તેના માટે એક સૂતરાઉ કપડાંથી હળવાં હાથે ઘસો. આનાથી મૃત ત્વચા નિકળી જશે. પછી તેની પર ઘી કે માખણ લગાવી દો. આ પ્રયોગ રાતે સૂતી વખતે કરો.
  • પુષ્કળ માત્રામાં પાણી પીઓ કારણ કે તેનાથી તમારા શરીરમાં પાણીની ઉણપ નહીં સર્જાય અને તમારા હોઠ ડિહાઈડ્રેશનનો શિકાર પણ નહીં બને.