સસ્તો થયો શાઓમીનો 5G સ્માર્ટફોન:12,999 રુપિયાની કિંમતમાં મળશે 4GB અને 64GBનું સ્ટોરેજ, કેમેરા અને ડિસ્પ્લે પણ દમદાર

સસ્તો થયો શાઓમીનો 5G સ્માર્ટફોન:12,999 રુપિયાની કિંમતમાં મળશે 4GB અને 64GBનું સ્ટોરેજ, કેમેરા અને ડિસ્પ્લે પણ દમદાર

સસ્તો થયો શાઓમીનો 5G સ્માર્ટફોન:12,999 રુપિયાની કિંમતમાં મળશે 4GB અને 64GBનું સ્ટોરેજ, કેમેરા અને ડિસ્પ્લે પણ દમદાર



ચીની કંપની શાઓમીએ ભારતમાં Redmi 11 Prime 5Gનાં ભાવ ઘટાડી નાખ્યા છે. આ સ્માર્ટફોન બે વેરિઅન્ટમાં આવે છે અને આ બંને વેરિઅન્ટનાં ભાવ ઘટાડી દેવામાં આવ્યા છે. બેઝ વેરિઅન્ટની પ્રાઈસમાં 1 હજારનો ઘટાડો કરતાં આ 5G સ્માર્ટફોન હવે 12,999 રુપિયામાં મળશે. આ સ્માર્ટફોનને આ વર્ષે સપ્ટેમ્બરમાં 13,999 રુપિયાની પ્રાઈસમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ 15,999 રુપિયામાં 6GB+128GB સ્ટોરેજ મોડેલની કિંમત ઘટાડીને 14,999 રુપિયા કરી દેવામાં આવી છે. કંપનીએ આ હેન્ડસેટને ત્રણ કલરમાં લોન્ચ કર્યો છે, તેમાં મેડો ગ્રીન, ક્રોમ સિલ્વર અને થંડર બ્લેક સામેલ છે. ગ્રાહકો આ 5G સ્માર્ટફોનને શાઓમીની અધિકૃત વેબસાઈટ Mi.com અને Amazon પરથી ખરીદી શકે છે.

ક્રેડિટ કાર્ડ પર 1 હજાર રુપિયાનો વધારાનો ડિસ્કાઉન્ટ
Mi.com પર ગ્રાહકને ICICI બેન્કનાં ક્રેડિટ કાર્ડ પર 1 હજાર રુપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ જ રીતે HDFCનાં ગ્રાહકોને પણ ઈન્સ્ટન્ટ 750 રુપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

Redmi 11 Prime 5Gનાં સ્પેસિફિકેશન્સ
ડિસ્પ્લે - આ હેન્ડસેટ 6.58 ઈંચની ફૂલ HD+ ડિસ્પ્લેની સાથે આવે છે. તેનું રિઝોલ્યુશન 2408*1080 પિક્સલ છે. આ સ્ક્રિનની રિફ્રેશ રેટ 90Hz છે અને સ્ક્રિન પ્રોટેક્શન માટે તેમાં થ્રી લેયર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પણ આપવામાં આવ્યો છે.

પ્રોસેસર અને OS - આ સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેંસિટી 700 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં પ્રોસેસરને સપોર્ટ કરવા માટે 4GB અને 6GB LPDDR4X રેમ આપવામાં આવી છે. આ હેન્ડસેટ Android 12 પર આધારિત MIUI 13 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.



કેમેરા- સ્માર્ટફોનનાં પાછળનાં ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 50MPનો પ્રાઈમરી કેમેરા અને 2MPનો ડેપ્થ કેમેરા મળે છે. તેમાં સેલ્ફી માટે 8MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન 30 ફ્રેમ/સેકન્ડ પર વીડિયો રેકોર્ડ કરે છે.


બેટરી અને ચાર્જર- Redmi 11 Prime 5Gમાં 18 વોટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 5000 mAhની બેટરી અને 22.5 વોટનું ટાઈપ-C ચાર્જર આપવામાં આવ્યું છે.

મેમરી- આ સ્માર્ટફોનમાં 64GB અને 128GBની UFS 2.2 સ્ટોરેજ આપવામાં આવી છે. તેને વધારીને 512GB કરવામાં આવી છે.

સુરક્ષા- પ્રોટેક્શન માટે સાઈડ ફિંગર સેન્સર અને ફેસ અનલોક આપવામાં આવ્યું છે.

કનેક્ટિવિટી- કનેક્ટિવિટી ફીચર માટે સ્માર્ટફોનમાં 5G સપોર્ટ ડ્યુઅલ સિમ + માઈક્રો SD કાર્ડ, 3.5MMનો હેડફોન જેક, બ્લૂટુથ 5.1 અને વાઈફાઈ ઉપલબ્ધ છે.

સેન્સર- પ્રોક્સિમિટી સેન્સર, એમ્બિયન્ટ લાઈટ સેન્સર, એક્સેલેરોમીટર, ઈલેક્ટ્રોનિક કંપાસ અને IR બ્લાસ્ટર સેન્સર્સ ઉપલબ્ધ છે.