મોબાઈલ જેમ રિચાર્જ કરશો તો વીજળી મળશે!:અડધી રાત્રે રિચાર્જ પતે તો શું થશે?, મીટરનો ડેટા એપથી દેખાશે, જાણો સ્માર્ટ વીજ મીટરના મેગાપ્લાનની 5 મોટી વાત

મોબાઈલ જેમ રિચાર્જ કરશો તો વીજળી મળશે!:અડધી રાત્રે રિચાર્જ પતે તો શું થશે?, મીટરનો ડેટા એપથી દેખાશે, જાણો સ્માર્ટ વીજ મીટરના મેગાપ્લાનની 5 મોટી વાત

મોબાઈલ જેમ રિચાર્જ કરશો તો વીજળી મળશે!:અડધી રાત્રે રિચાર્જ પતે તો શું થશે?, મીટરનો ડેટા એપથી દેખાશે, જાણો સ્માર્ટ વીજ મીટરના મેગાપ્લાનની 5 મોટી વાત

કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યોમાં સ્માર્ટ મીટર લગાવવાની પહેલ કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ અતંર્ગત આવતા સૌરાષ્ટ્ર અને કચ્છની પસંદગી કરવામાં આવી. PGVCL દ્વારા આ અંગે તૈયારીઓ ચાલી રહી છે અને મે મહિનામાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરાશે, પરંતુ સૌથી પહેલા PGVCLના જ ટ્રાન્સફોર્મરમાં સ્માર્ટ મીટર લગાવાશે, ત્યારબાદ સરકારી કચેરીઓમાં અને ત્યારબાદ જૂન-જુલાઈથી વીજગ્રાહકોના કનેક્શનમાં સ્માર્ટ મીટર લગાવાશે.


ગ્રાહકને કેટલો ફાયદો, કેટલું નુકસાન?

સૌરાષ્ટ્રના અંદાજીત 50 લાખથી વધુ કનેક્શનમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. આ સ્માર્ટ મીકરની કિંમત 8થી 10 હજાર રૂપિયા સુધીની છે, પરંતુ વીજ ગ્રાહકો પાસેથી આ ખર્ચ વસુલવામાં નહીં આવે. સ્માર્ટ મીટર લાગી ગયા બાદ ગ્રાહકને એક મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી વીજ વપરાશ અંગે જાણકારી મળતી રહેશે. ગ્રાહકો દર કલાકે, 6 કલાકે કે દરરોજ કેટલા યુનિટ વીજળી વપરાશ થયો તે મોબાઈલમાં જોઈ શકશે. આ ડેટા એનાલિસીસ કરીને કેટલો વપરાશ થયો છે તેની માહિતી જોઇ શકશે. જેથી આગામી દિવસોમાં જ્યારે ઓછો વપરાશ હોય અને વધારે વપરાશ હોય તે પ્રમાણે યુનિટના ભાવમાં ફેરફાર કરી શકાય છે.

સૌથી મહત્વની વાત એ છે કે સ્માર્ટ મીટર લાગી ગયા બાદ મોબાઈલ તેમજ D2Hમાં જે રીતે પ્રિપેઈડ રિચાર્જ કરવામાં આવે છે, એવી રીતે જ રિચાર્જ કરવાનું રહેશે. જો કોઈ વ્યક્તિને મોબાઈલ એપ્લિકેશનથી રિચાર્જ અંગે ખ્યાલ ન આવતો હોય તો મોબાઈલ રિચાર્જની જેમ પાનની કે મોબાઈલની દુકાને પણ વીજળીનું રિચાર્જ કરાવી શકાશે.

અડધી રાત્રે, રજાના દિવસે રિચાર્જ પૂરું થઇ જાય તો શું કરવું?

PGVCLના MD વરૂણકુમાર બરનવાલે જણાવ્યું કે રાતના સમયે, રજાના દિવસે જો સ્માર્ટ વીજ મીટરનું રિચાર્જ પતી જાય તો ગ્રાહકે ચિંતા કરવાની જરૂર નથી. કારણકે ગ્રાહક ઈચ્છે ત્યારે તે સ્માર્ટ વીજ મીટર માટે રિચાર્જ કરી શકે છે. મહત્વની વાત એ પણ છે કે રિચાર્જ પતી ગયા બાદ પણ કેટલાક કલાકો સુધી વીજ પ્રવાહ ચાલુ જ રહેશે.

સ્માર્ટ વીજ મીટરમાં કેટલું રિચાર્જ રહ્યું છે, એ તો એપ્લિકેશનની મદદથી જાણી શકાશે. આ ઉપરાંત પણ રિચાર્જ પુરુ થવા આવે તેની જાણકારી ગ્રાહકને આપવામાં આવતી રહેશે. જેથી ગ્રાહક સમયસર રિચાર્જ કરાવી શકે. PGVCLના વીજ ગ્રાહક જરૂરિયાત પ્રમાણે જ રિચાર્જ કરી શકાશે, એક દિવસથી લઈને એક વર્ષ સુધીનો અંદાજો કાઢીને મોટી રકમનું રિચાર્જ પણ કરી શકાશે.

બિહાર, યુપી સહિતના કેટલાક રાજ્યોમાં આ પ્રકારના સ્માર્ટ મીટર લગાવી દેવાયા છે અને સફળતાપૂર્વક સંચાલન થઇ રહ્યું છે. ગુજરાતમાં PGVCL અંતર્ગત આવતા તમામ વિસ્તારોમાં ડિસેમ્બર 2023 સુધી સ્માર્ટ મીટર લાગી જશે.