2023માં 4 મોટાં ગ્રહોનું રાશિ પરિવર્તન થશે:જાણો જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી બારેય રાશિના જાતકો માટે કેવું રહેશે નવું વર્ષ?

2023માં 4 મોટાં ગ્રહોનું રાશિ પરિવર્તન થશે:જાણો જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી બારેય રાશિના જાતકો માટે કેવું રહેશે નવું વર્ષ?

2023માં 4 મોટાં ગ્રહોનું રાશિ પરિવર્તન થશે:જાણો જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી બારેય રાશિના જાતકો માટે કેવું રહેશે નવું વર્ષ?






વર્ષ 2023માં ચાર મોટા ગ્રહો ગુરુ, શનિ, રાહુ તથા કેતુનું રાશિ પરિવર્તન થશે. શનિદેવ 17 જાન્યુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ 22 એપ્રિલના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે. 30 ઓક્ટોબરના રોજ રાહુ મીનમાં તો કેતુ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. ચાર મોટા ગ્રહોના રાશિ પરિવર્તનથી સામાજિક, રાજનૈતિક, આર્થિક તથા ધાર્મિક વ્યવસ્થા ઉપર વ્યાપક પ્રભાવ જોવા મળશે. બારેય રાશિના જાતકો માટે વર્ષ 2023 કેવું રહેશે તે જોઈએ....



મેષઃ-

પોઝિટિવઃ- જાન્યુઆરીથી એપ્રિલ સુધી તમને આગળ વધવાની તક મળશે. આ તક ઝડપી લેશો તો ફાયદામાં રહેશે. મે મહિનાથી ઓગસ્ટ સુધી જે પ્રોજેક્ટ ઉપર કામ કરશો તે આગળ વધશે અને સમયે પૂર્ણ પણ થશે. દેશ-વિદેશની યાત્રાઓનો યોગ બનશે. આર્થિક સ્થિતિ સુધરશે. તમારી સામાજિક સીમા વધશે. મન પ્રસન્ન રહેશે. સન્માન મળશે. આ દરમિયાન બનતાં સંબંધ લાંબા સમયગાળા સુધી રહેશે. જેનો ફાયદો આવનાર દિવસોમાં મળી શકે છે. પારિવારિક વાતાવરણ સારું રહેશે. પ્રોપર્ટી ખરીદીનો યોગ બનશે. મનગમતાં ફેરફાર થવાના યોગ પણ છે. સપ્ટેમ્બર, ઓક્ટોબર અને ડિસેમ્બર તમારા માટે સારા મહિના રહેશે.

નેગેટિવઃ- જાન્યુઆરીથી એપ્રિલ સુધી નોકરી અને બિઝનેસ માટે સમય ઉતાર-ચઢાવભર્યો રહેશે. મે મહિનાથી ઓગસ્ટ સુધી પરેશાનીઓ તો રહેશે પરંતુ ઉકેલ પણ તરત મળી જશે. થોડાં જરૂરી કામ અધૂરા પણ રહી શકે છે. જૂન અને ડિસેમ્બરમાં દુર્ઘટના થવાની શક્યતા છે. આ વિવાદ અને મનમુટાવનો સમયગાળો રહી શકે છે. નવેમ્બરમાં થોડું સાવધાન રહેવું પડશે.

કરિયરઃ- જાન્યુઆરીથી એપ્રિલ સુધી નોકરી અને બિઝનેસમાં આગળ વધવાની તક મળી શકે છે. મે મહિનાથી ઓગસ્ટ સુધી નોકરીમાં પ્રમોશનના યોગ બનશે. જોબ સ્વીચ કરવા ઇચ્છો છો તો સારા ઓપ્શન મળી શકે છે. બિઝનેસ વધશે. મે અને જૂન મહિનામાં સાવધાન રહેવું પડશે. ગુસ્સો અને ઉતાવળથી બચવું. સમજી-વિચારીને નિર્ણય લેવાં. સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી સમયગાળો સારો રહી શકે છે. આ દિવસોમાં નવી પાર્ટનરશિપ થઈ શકે છે. નવા લોકો સાથે સંબંધ બંધાશે. નવા કામ શરૂ કરી શકો છો. કામકાજ સાથે જોડાયેલી યાત્રા થઈ શકે છે.

વિદ્યાર્થીવર્ગઃ- વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું છે. વર્ષની શરૂઆતના ચાર મહિનામાં સ્પર્ધાને લગતી કોઈ પરીક્ષા આપવી હોય તો વધારે મહેનત કરવી પડી શકે છે. મે મહિના પછી અભ્યાસ માટે દૂર સ્થાનની યાત્રાનો યોગ બનશે. જોબ પણ મળી શકે છે. ઇન્ટરવ્યુ કે ટેસ્ટમાં સફળતા મળી શકે છે.

લવઃ- જાન્યુઆરીથી એપ્રિલ સુધી લવ લાઇફમાં સાવધાન રહેવું પડશે. થોડી વાતોમાં મનમુટાવ રહી શકે છે. કોશિશ કરો કે નાની વાતોને વધારે લાંબી ખેંચશો નહીં. નહીંતર અલગ થવાની સ્થિતિ બની શકે છે. પ્રપોઝલ આપવા માટે સમય ઠીક નથી. મે મહિના પછી લગ્નના યોગ બનશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય માટે સમય સામાન્ય છે. આ વર્ષે કોઈ મોટી પરેશાની રહેશે નહીં, પરંતુ વાતાવરણના કારણે સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહી શકે છે. મે, જૂન અને ડિસેમ્બરમાં સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું પડશે.



વૃષભઃ-

પોઝિટિવઃ- જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો સમય શુભ રહેશે. જરૂરી કામ પૂર્ણ કરવામાં નક્ષત્રોનો સાથ મળી શકે છે. થોડાં ખાસ લોકો પાસેથી મદદ મળશે. સરળતાથી કામ પૂર્ણ થશે. મહત્ત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થવાના યોગ છે. સારા સંબંધ બંધાશે. આવનાર દિવસોમાં ફાયદો પણ મળી શકે છે. ધનલાભના યોગ છે. મે મહિનાથી ઓગસ્ટ સુધી મિશ્રિત સમય રહેશે. પરેશાનીઓ આવશે પરંતુ કામ પણ પૂર્ણ થઈ શકે છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી સુખદ સમય રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. રોકાણ, લોન કે પ્રોપર્ટી સાથે જોડાયેલાં કાર્યો માટે સમય શુભ છે. યાત્રાનો યોગ છે. નવા રસ્તા પણ મળી શકે છે.

નેગેટિવઃ- મે મહિનાથી ઓગસ્ટ મહિના સુધી પરેશાની રહેશે. કામકાજમાં વિઘ્ન આવી શકે છે. વિચારેલાં કાર્યો અને નવી યોજનાઓને પૂર્ણ કરવામાં મોડું થઈ શકે છે. ઓગસ્ટ અને નવેમ્બરનો મહિનો ઠીક રહેશે નહીં. આ બંને મહિનામાં કન્ફ્યૂઝન અને પરેશાનીઓ વધી શકે છે. વિવાદ અને તણાવનો સમય રહેશે. કામમાં મન લાગશે નહીં. યોજનાઓ પૂર્ણ થવામાં મુશ્કેલીઓ આવશે.

વ્યવસાયઃ-
બિઝનેસ અને નવી શરૂઆત માટે વર્ષના પહેલાં ચાર મહિના શુભ રહેશે. જરૂરિયાત પૂર્ણ થશે. લોકો મદદ કરશે. યાત્રાઓ થશે. નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે. નવી નોકરી બિઝનેસ શોધી રહ્યા છો તો વર્ષની શરૂઆતમાં જ સફળતા મળશે. મે મહિનાથી સપ્ટેમ્બર સુધીનો સમય સામાન્ય રહેશે. બિઝનેસમાં વિઘ્ન આવશે પરંતુ આગળ વધી શકશો. કામ પૂર્ણ થતાં રહેશે. મોટાભાગની યાત્રાઓ ફાયદો આપી શકે છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીનો સમય ખૂબ જ સારો રહેશે. અધિકારીઓ અને મિત્રો સાથે સંબંધ મજબૂત થશે. નવા લોકો સાથે જોડાઈ શકશો. જૂના મિત્રો પાસેથી મદદ મળી શકે છે. આર્થિક દૃષ્ટિએ સમય સારો રહેશે.

લવઃ- વર્ષની શરૂઆતના ચાર મહિના શુભ છે. અફેર ચાલી રહ્યું છે તો લગ્ન થવાના યોગ બનશે. લિવ ઇન કપલ માટે સમય સારો છે. સુખ વધશે. મે મહિનાથી સપ્ટેમ્બર સુધીનો સમય સામાન્ય રહી શકે છે. કોઈ મામલા કે વિવાદને વધારે લાંબો ખેંચશો નહીં. પ્રેમથી મામલાને ઉકેલવાની કોશિશ કરો. વાત કરતી સમયે તમારી વાત કરવાની રીત ઉપર ધ્યાન આપો.

વિદ્યાર્થીવર્ગઃ-
હાઈ એજ્યુકેશનની તૈયારી કરી રહેલાં વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. જાન્યુઆરીથી જૂન સુધીમાં આવતી પરીક્ષામાં સફળતા મળવાની આશા છે. વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છો છો તો સફળતા મળી શકે છે. આ સમયગાળામાં તમારા આત્મવિશ્વાસમાં થોડો ઘટાડો આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્ષની શરૂઆતના ચાર મહિના આદતો બદલવાની કોશિશ કરો. આ દિવસોમા યોગ અને એક્સરસાઇઝ શરૂ કરી શકો છો. ડાયટ પ્લાન કે રૂટીનમાં ફેરફાર કરવા માટે પણ સમય સારો છે. મે, ઓગસ્ટ અને ડિસેમ્બરમાં સાવધાન રહેવું પડશે.



મિથુનઃ-

પોઝિટિવઃ- ફેબ્રુઆરીથી સમય સારો શરૂ થઈ શકે છે. તે પછી એપ્રિલથી ડિસેમ્બર સુધી સમય સારો રહેશે. પરિસ્થિતિઓમાં સુખદ ફેરફાર થવાના યોગ બનશે. આગળ વધવાની તક મળી શકે છે. દેશ-વિદેશની યાત્રાઓ થશે. જેમાં ફાયદો થશે અને નવા સંબંધ બંધાશે. આવનાર સમયમાં નવી શરૂઆત પણ થઈ શકે છે. જેના દ્વારા અચાનક તમારા જીવનમાં ફેરફાર થઈ શકે છે. માન-સન્માન વધશે. આર્થિક સ્થિતિ માટે સમય શુભ છે. જૂની પરેશાનીઓ દૂર થશે.

નેગેટિવઃ- વર્ષની શરૂઆતમાં થોડું સાવધાન રહો. જોખમ લેશો નહીં. ઓગસ્ટમાં ઘરેલૂ વિવાદ થઈ શકે છે. જેની અસર તમારા કામ ઉપર જોવા મળી શકે છે. ઓગસ્ટ અને ડિસેમ્બર મહિનામાં સાવધાન રહો. ખાસ યોજનાઓ ઉપર કામ અને રોકાણ કરી રહ્યા છો તો આ મહિનામાં સાવધાન રહેવું.

વ્યવસાયઃ- નોકરી અને બિઝનેસ વિકાસનો સમય છે. નોકરી શોધી રહેલાં લોકોને નવી નોકરી મળવાની આશા છે. નવો બિઝનેસ શરૂ કરવા ઇચ્છો છો તો સફળતા મળી શકે છે. હાલની નોકરીમાં પ્રમોશન મળી શકે છે. નોકરી સ્વિચ કરવા ઇચ્છો છો તો ફેબ્રુઆરી પછીનો સમય સારો છે. બિઝનેસ વધશે. યાત્રાનો ફાયદો થશે. યોજના બનાવીને ચાલશો તો ફાયદામાં રહી શકો છો.

લવઃ- સિંગલ છો તો અફેર કે લગ્ન થવાના યોગ બનશે. લગ્નના યોગ વધારે છે. નવા પ્રપોઝલ મળી શકે છે. ઓગસ્ટમાં સાવધાન રહેવું જોઈએ. નાના ઇશ્યૂ સાથે જોડાયેલાં મામલાઓ ખરાબ થઈ શકે છે.

વિદ્યાર્થી વર્ગઃ-
વિદ્યાર્થીઓને નક્ષત્રોનો સાથ મળી શકે છે. મન પ્રમાણે પરિણામ મળશે. વિદેશમાં અભ્યાસ કરનાર લોકોને નોકરીમાં જવા માટે ફેબ્રુઆરી, માર્ચ અને નવેમ્બરમાં ખાસ ફેરફાર થઈ શકે છે. આ મહિનામાં આપેલાં ઇન્ટરવ્યૂ અને ટેસ્ટમાં સફળતા મળવાના યોગ વધારે છે.

સ્વાસ્થ્યઃ- આખું વર્ષ સ્વાસ્થ્ય ઠીક રહેશે. મે મહિનામાં પેટ અને ઘૂંટણનો દુખાવો થઈ શકે છે. આ મહિને ક્રૉનિક પેશેન્ટના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું. ખાનપાનમાં સાવધાની રાખવી. રૂટીનમાં બેદરકારીથી મોટી પરેશાનીઓ થવાની શક્યતા છે.



કર્ક

પોઝિટિવઃ- આ રાશિના જાતકોને જાન્યુઆરીથી એપ્રિલ સુધી નોકરી અને ધંધામાં આગળ વધવાની તક મળશે. મનોબળ વધશે, લોકો તમારાથી પ્રભાવિત થઇ શકે છે. પરિવારના જે જરૂરી કામ છે તે આ દરમિયાન પૂર્ણ થઇ શકશે. વાહન કે મિલ્કત ખરીદવાનો વિચાર આવી શકે છે. કામકાજમાં જવાબદારીમાં વધારો થઇ શકે છે. જેનો ફાયદો આવનારા સમયમાં જોવા મળશે. મેથી ડિસેમ્બર સુધીનો સમય મધ્યમ રહેશે. કામમાં સમસ્યા થશે પરંતુ કામ પૂર્ણ પણ થઇ જશે. આ દરમિયાન કન્ફ્યુઝનની સ્થિતિ પણ ઉદભવી શકે છે. કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લો, અનુભવી લોકોની સલાહ લેવાથી ફાયદો થશે.

નેગેટિવઃ- મેથી ઓક્ટોબર મહિના સુધી તમારી સંભાળીને રહેવું પડશે. આ 6 મહિના દરમિયાન કામમાં ગડબડ થઇ શકે છે. જેમાં કોઈ કામ અધૂરા રહી શકે છે તો કોઈ કામ પુરા થઇ શકે છે. આ સમય દરમિયાન કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ન કરો. આ સાથે કામ કરનારા અને આજુબાજુના લોકોની મદદ ન મળવાથી થોડું દુખ થઇ શકે છે. આ સમયમાં કામમાં મન નહીં લાગે તો યોજનાઓ પણ પુરી નહીં થાય.

વ્યવસાયઃ- જાન્યુઆરીથી એપ્રિલ સુધી નોકરી કરતા લોકોને ફાયદો થઇ શકે છે. જે લોકો નોકરીની શોધમાં છે તે લોકો માટે આ સારો સમય છે. સાથીઓ અને અધિકારીઓ વચ્ચે તાલમેલ રહેશે. જે લોકો નોકરી બદલવા ઈચ્છે છે તે લોકો માટે સારો સમય છે. ધંધો કરતા લોકો માટે આ સારો સમય છે. જે લોકો હાલ ધંધો કરી રહ્યા છે તેમનો ધંધો વધી શકે છે. સમ્માન વધશે. મેથી ડિસેમ્બર સુધીનો સમય મધ્યમ રહેશે. નવું કામ શરૂ કરી શકો છો. ઓગસ્ટથી ઓક્ટોબર વચ્ચે અચાનક જ પ્રમોશન મળી શકે છે. ઘર અને વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. ગ્રહ પ્રવેશ પણ થઇ શકે છે.

લવઃ- શરૂઆતના ચાર મહિના સારા રહેશે. લિવ-ઇનમાં રહેતા લોકો માટે સારો સમય છે. લગ્નનું પણ નક્કી થઈ શકે છે. આ સમય દરમિયાન નવા પ્રેમ-પ્રકરણની પણ શરૂઆત થઇ શકે છે. જૂન અને જુલાઈમાં મુશ્કેલ પરિસ્થિતિ આવી શકે છે. સંબંધોમાં વિવાદોની પણ શક્યતા જોવા મળી રહી છે. અમુક લોકોની મદદથી સંબંધો સુધારી શકાય છે. ઓગસ્ટથી ડિસેમ્બર સુધી પ્રેમ સંબંધો સામાન્ય રહેશે.

વિદ્યાર્થી વર્ગઃ- આ વર્ષની શરૂઆતના ચાર મહિના સારા રહેશે, તે સમયે ભણવામાં મન લાગશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. પરીક્ષા, ટેસ્ટ અને ઇન્ટરવ્યૂમાં સફળતા મળી શકે છે. મેથી ડિસેમ્બર સુધીનો સમય સામાન્ય રહેશે. વધારે આત્મવિશ્વાસથી બચવું પડશે નહીં તો નુકસાન થઇ શકે છે, ભણવામાં વધારે ધ્યાન આપવું પડશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય માટે સારો સમય છે. નવી આદતો શરૂ કરવાની ઈચ્છા ધરાવો છો તો થઇ શકે છે અને ફાયદો થશે. ફેબ્રુઆરી, જૂન અને નવેમ્બર ક્રોનિક દર્દીઓ માટે સારો સમય નથી. આ સમય સાવચેત રહો. ઈજા અથવા કોઈ રોગનું જોખમ છે.



સિંહઃ-

પોઝિટિવઃ- આ વર્ષે એપ્રિલથી મન, વિચાર અને યોજનાઓમાં ફેરફાર જોવા મળશે. એપ્રોચ પણ વધશે. જો હિંમતથી કામ લો છો તો સફળ થશો. લોકોની મદદ મળી શકે છે. મે થી ડિસેમ્બર મહિના સુધી સ્થિતિમાં સુધારો થશે. આ દરમિયાન અચાનક જ કોઈ કામ પુરા થશે. નસીબનો સાથ મળશે. દેશ અને વિદેશની યાત્રાઓના યોગ બની રહ્યા છે. નવા લોકો સાથે મુલાકાત થશે અને માન વધશે. સામાજિક અને રાજકીય દૃષ્ટિએ પ્રભાવ વધશે. લોકો મદદ કરશે. કામની ઝડપ વધશે.

નેગેટિવઃ- આ રાશિના જાતકોએ જાન્યુઆરીથી એપ્રિલ સુધી સાવચેત રહેવું પડશે. યોજનાઓ મુજબ કામ થઇ શકશે નહીં. માનસિક તનાવના કારણે કામમાં ખલેલ પહોંચી શકે છે. આ મહિનામાં કેટલીક પરિસ્થિતિ હોઈ શકે છે જે દિવસની શરૂઆતમાં પોઝિટિવ રહેશે અને દિવસના અંત સુધી નકારાત્મક રહેશે. જોખમભર્યાં કામથી બચીને રહો. તમારા જ લોકોના કારણે તમે દુખી રહી શકો છો.

વ્યવસાયઃ- વર્ષના પ્રથમ ચાર મહિનામાં નોકરી કરતા લોકોને કામમાં વધારો થશે તાલમેલમાં ફેરફાર થશે અને વ્યવહાર પણ બદલાઈ જશે. ધંધામાં જૂના ડીલરો અથવા ગ્રાહકોના વિચારો બદલી શકે છે. અસ્વસ્થતા હશે. મે મહિનામાં મુશ્કેલીઓ દૂર થશે. પ્રમોશનની તક મળી શકે છે. ટ્રાન્સફર અને નોકરીમાં ફેરફારમાં મુશ્કેલી નહીં રહે. ધંધામાં નવી શરૂઆત થઈ શકે છે. સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે સમય સારો રહેશે. તમે આગળ વધી શકશો. નસીબ સાથે આવશે. ટીમવર્ક હશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. નવા લોકો જોડાશે.

લવઃ- જાન્યુઆરીથી એપ્રિલ સુધી લિવ ઇનમાં રહેતા લોકો માટે સમય સારો નહીં રહે. બ્રેકઅપ થઇ શકે છે. વાતનો ઉન્શો મતલબ નીકળી શકે છે. નાની વાતથી મોટું રૂપ લઇ શકે છે. સંબંધ તૂટી પણ શકે છે. પરણિત લોકો વિવાદ વધારવા ન દે. સમજી-વિચારીને કોઈ પણ નિર્ણય ન લો. મેથી ડિસેમ્બર સુધી સંબંધ સારો રહેશે. આ દરમિયાન જુના વિવાદ પુરા થઇ શકે છે. મુસાફરીનો યોગ બની શકે છે, રોમેન્ટિક માહોલ રહેશે. સમય સારો રહેશે.

વિદ્યાર્થી વર્ગઃ- તમારે જાન્યુઆરી અને એપ્રિલ વચ્ચે વધુ મહેનત કરવી પડી શકે છે. નાની ભૂલને કારણે નુકસાન થઇ શકેછે. ગંભીરતાથી ભણવું પડશે. મે મહિના બાદ પરીક્ષામાં તમને નસીબનો સાથ મળશે. મહેનતથી ફાયદો થશે. જો તમે યોજનાઓ બનાવીને વાંચો છો તો તમે અચૂક સફળ થશો. અભ્યાસનું લેવલ વધશે. નવું લક્ષ્ય પણ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વર્ષનો શરૂઆતનો સમય સારો નથી. જો તમે ઓપરેશન અથવા અકસ્માતમાંથી સાજા થઈ રહ્યા છો, તો તમારે વધુ સાવચેત રહેવું પડશે. વૃદ્ધ લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. રોગપ્રતિકારક શક્તિ ઘટી શકે છે. જૂની મુશ્કેલી ફરી શરૂ થઈ શકે છે. એપ્રિલ પછી આરોગ્યમેં સુધારો થશે. જો તમે ઘણા દિવસો સુધી અસ્વસ્થ છો તો ડોક્ટરની સલાહ લો.



કન્યાઃ-

પોઝિટિવઃ- પોઝિટિવિટી વધશે. ભય દૂર થશે. તમે એક્ટિવ રહેશો. આગળ વધવામાં સમયનો સાથ મળશે. થોડું જોખમ પણ લેશો અને તેમાં સફળ પણ થશો. જે લોકોને મળશો તેના ઉપર તમારો પ્રભાવ વધશે. નવા કામ શરૂ થશે. સારી તક મળશે. જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં બધા જ જરૂરી અને ખાસ કામ પૂર્ણ કરો અથવા શરૂ કરો. મે મહિનાથી ડિસેમ્બર સુધીનો સમય મિશ્રિત રહી શકે છે. અચાનક કોઈ કામ થઈ શકે છે. અચાનક ફાયદો કે સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- મે મહિનાથી ડિસેમ્બર દરમિયાન વસ્તુઓ સ્પષ્ટ થશે નહીં. તમારે વધારે ધ્યાનથી કામ પૂર્ણ કરવાની જરૂરિયાત છે. આ દિવસોમાં એલર્ટ રહેશો નહીં તો નુકસાન થઈ શકે છે. થોડી નેગેટિવિટી પણ વધી શકે છે. વિરોધીઓ વધશે. મે, જુલાઈ અને ઓગસ્ટમાં રોકાણ કે લેવડ-દેવડમાં સાવધાની જાળવો. અનુભવી લોકો પાસેથી સલાહ લઈને કોઈ કામ કરવું પડશે.

વ્યવસાયઃ- જાન્યુઆરીથી એપ્રિલ સુધી બિઝનેસ વધી શકે છે. નવી શરૂઆત કે પાર્ટનરશિપ થઈ શકે છે. નોકરિયાત લોકો માટે સમય સારો રહેશે. મનોબળ અને સન્માન વધશે. આગળ વધવાની તક મળશે. સોશિયલ લાઇફ અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. મે મહિનાથી ડિસેમ્બર સુધીનો સમય સામાન્ય રહેશે. આ સમયે ફેરફાર કરવા ઇચ્છો છો તો સમજી-વિચારીને કરો. બિઝનેસમાં અચાનક અથવા ઉતાવળમાં ફેરફાર ન કરો.

લવઃ- શરૂઆતના ચાર મહિનામાં લવ લાઇફ સારી રહેશે. લગ્ન થવાના યોગ બનશે. લિવ ઇનમાં રહેતાં લોકો માટે સમય સારો રહેશે. મે મહિનાથી ડિસેમ્બર સુધી લવ લાઇફ માટે સમય સામાન્ય રહેશે. ઓગસ્ટ અને ઓક્ટોબરમાં વિવાદ થશે તો મામલો ખરાબ થઈ શકે છે.

વિદ્યાર્થી વર્ગઃ- શરૂઆતના ચાર મહિના સારા રહેશે. આ દિવસોમાં લક્ષ્ય પ્રાપ્ત કરશો. નક્ષત્રોનો સાથ મળશે. કેમ્પસ સિલેક્શન થશે. મે મહિનાથી ડિસેમ્બર સુધી મહેનત વધારે કરવી પડશે. સાવધાન પણ રહેવું પડશે. કોશિશ અને મહેનત વધારવાની જરૂરિયાત રહેશે.

સ્વાસ્થ્યઃ- જાન્યુઆરીથી એપ્રિલ સુધી સ્વાસ્થ્ય સારું રહેશે. આ મહિનાઓમાં સ્વાસ્થ્યને લઇને રાખવામાં આવતો ટાર્ગેટ અચીવ કરી શકો છો. નવી આદત શરૂ કરશો. રૂટીનમાં પોઝિટિવ ફેરફાર કરવા માટે આ સમય સારો રહેશે.



તુલાઃ-

પોઝિટિવઃ- એપ્રિલથી ડિસેમ્બર સુધીનો સમય ખૂબ જ સારો રહેશે. આ સમય દરમિયાન જીવનની તમામ મુશ્કેલીઓનો અંત આવશે. પોઝિટિવિટી વધશે. કરિયર ક્ષેત્રે વિચારેલી તમામ યોજનાઓ આગળ વધશે. નવા લોકોની મદદ મળશે. આ દિવસોમાં પ્રોપર્ટી કે વ્હીકલ ખરીદવાનાં યોગ બનશે. ઘરમાં નવા ફેરફાર થશે અને જીવનશૈલીમાં પણ બદલાવ જોવા મળશે. અધૂરી યોજનાઓ પૂરી થશે.

નેગેટિવઃ- જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો સમય થોડો કષ્ટદાયી રહી શકે. આ ચાર મહિના થોડું સાચવીને રહેવું પડશે. કોઈ તમારી મદદ કરશે નહી. વિશ્વાસપાત્ર લોકો સાથે તકલીફ થઈ શકે. કોઈ નજીકનું વ્યક્તિ તમારી પાછળ કાવતરું ઘડી શકે. તમારો વિશ્વાસ તૂટી શકે. સંબંધ તૂટવાની આશંકાઓ સર્જાઈ શકે. પોતાની જાત પર નિયંત્રણ રાખવાની જરુરિયાત છે.

વ્યવસાયઃ- જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો સમય મૂંઝવણથી ભરપૂર રહેશે. નોકરી વ્યવસાય ક્ષેત્રે અનેક પ્રકારનાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. નોકરી કરતાં લોકોનાં અધિકારીઓ સાથેનાં સંબંધો બગડી શકે છે. આ સમય દરમિયાન નોકરી ન બદલવી. જે જેમ ચાલી રહ્યું છે તેમ જ ચાલવા દો. વ્યવસાયમાં અમુક બાબતો તમારા મત મુજબ નહી થાય. આ સમયે ફક્ત પોતાના કામ પર જ ધ્યાન આપો. રોકાણ માટે પણ આ સમય યોગ્ય નથી. આ સમયે વ્યવસાયનું વિસ્તરણ કરવાનું પણ વિચારશો નહી. મે થી ડિસેમ્બર સુધીનો સમય તમારા માટે સારો સાબિત થશે. નોકરિયાત લોકોની જૂની સમસ્યાઓ દૂર થશે. સમયનો ભરપૂર સાથ મળશે. મોટી જવાબદારી તમારા ખભા પર આવી શકે છે. આસપાસનું વાતાવરણ એકદમ સુખદ રહેશે. નોકરી જો બદલવા ઈચ્છો છો તો આ સમય એકદમ યોગ્ય રહેશે. વ્યવસાયને આગળ વધારવા માટે પણ સમય ખૂબ જ સારો રહેશે. નવુ સ્ટાર્ટ-અપ શરુ કરવા માટે સમય એકદમ યોગ્ય રહેશે. આવકમાં વૃદ્ધિ થશે.

લવઃ- વર્ષનાં શરુઆતનાં મહિનાનો સમય યોગ્ય રહેશે નહી. આ દિવસોમાં વાદ-વિવાદથી દૂર રહેવું. આ સાથે જ કોઈપણ મોટો નિર્ણય લેવાથી બચો નહીતર સંબંધ તૂટી શકે છે. પ્રેમથી સંબંધ સુધારવાનો પ્રયાસ કરો. મે થી ડિસેમ્બરમાં વિવાહનો યોગ સર્જાઈ શકે.પ્રેમ સંબંધ મજબૂત બનશે. યાત્રાનો યોગ બનશે. મન પ્રસન્ન રહેશે.

વિદ્યાર્થી વર્ગઃ- જાન્યુઆરીથી એપ્રિલની વચ્ચે આવતી પરિક્ષાઓમાં સફળતા ખૂબ જ મુશ્કેલીથી મળશે. આ સમય દરમિયાન કરવામાં આવેલ પરિશ્રમનો ફાયદો ખૂબ જ ઓછો મળશે. તે પછી મેથી ડિસેમ્બર સુધી સમય સારો રહેશે. આ સમય દરમિયાન અભ્યાસમાં મન પણ લાગશે. નવી ચીજવસ્તુઓ શીખશો. કોઈ લક્ષ્ય નક્કી કર્યું છે તો તે સિદ્ધ થશે. આ સમય દરમિયાન આપવામાં આવેલ ટેસ્ટ અને ઈન્ટરવ્યુમાં સફળતા મળશે.

સ્વાસ્થ્યઃ- વર્ષનાં શરુઆતનાં મહિના હેલ્થ માટે ભારે સાબિત થઈ શકે. આ મહિનાઓમાં દુર્ઘટનાઓનો યોગ બની રહ્યો છે. મે થી ડિસેમ્બર મહિનો હેલ્થ માટે ખૂબ જ સારો રહેશે. હેલ્થ સાથે સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે.



વૃશ્ચિક -

પોઝિટિવઃ- જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો સમય ખૂબ જ સારો રહેશે. નવા કામોની શરુઆત થશે. જોખમી હશે પણ સફળતા જરૂર મળશે. અડચણો તો આવશે પણ તેનું સમાધાન પણ મળી જશે. અનુભવી અને સહકર્મચારીઓની સલાહ હિતાવહ સાબિત થશે. કોર્ટ-કચેરીનાં કિસ્સાઓથી દૂર રહેવું.

નેગેટિવઃ- વધુ સમસ્યાઓ નહી આવે તો પણ મેથી ડિસેમ્બર સુધી સાવચેત રહેવું. સમય સામાન્ય રહેશે. અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે. મન પણ ઉદાસ થઈ શકે છે. જોખમભરેલા કામ વિચાર્યા વગર ન કરો

વ્યવસાયઃ- નોકરીયાત લોકો માટે જાન્યુઆરીથી એપ્રિલનો સમય સારો રહેશે. વર્તમાન નોકરીમાં પ્રમોશન મળવાના યોગ છે. નોકરી શોધતા લોકોને સફળતા મળી શકે છે. વિદેશમાં કામ કરવું હોય તો રસ્તો ખૂલશે. તમને સારા પરિણામ મળશે. નવું કામ શરૂ કરવું હોય તો સમય સારો છે. નોકરિયાત લોકો માટે મેથી ડિસેમ્બર સુધી ઉતાર-ચઢાવનો સમય રહેશે. નોકરીયાત લોકોની ટ્રાન્સફર થવાના યોગ છે, પરંતુ તેનાથી તમને ફાયદો પણ થશે. જો તમે વેપાર કરતા હો, તો તમારે વધુ સાવચેત રહેવું પડશે. લેવડ-દેવડમાં મુશ્કેલીઓ આવી શકે છે.

લવઃ- એપ્રિલ સુધી લવ લાઈફ સારી છે. પ્રેમ સંબંધો મજબૂત રહેશે. લિવ-ઈનમાં રહેતાં લોકો લગ્ન કરી શકે છે. મેથી ડિસેમ્બર સુધીનો સમય સામાન્ય રહેશે. સંબંધોમાં ઉતાર-ચઢાવ આવશે. વિવાદનાં કારણે સંબંધોમાં થોડા સમય માટે અંતર આવી શકે પરંતુ, બાદમાં સંબંધ વધુ મજબૂત બની શકે છે.

વિદ્યાર્થી વર્ગઃ- વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે. સફળતા મળવાના યોગ છે. શરૂઆતના ચાર મહિનામાં ગ્રહોની સ્થિતિ સારી રહેશે. તેથી, ભાગ્ય તમારો સાથ આપશે પરંતુ, તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. જો તમે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો અને એકાગ્ર રહેશો, તો તમે ઇચ્છિત સફળતા ઝડપથી મેળવી શકો છો.

સ્વાસ્થ્યઃ- જાન્યુઆરીથી એપ્રિલ સુધી સ્વાસ્થ્ય સારું રહેશે. ક્રોનિક બીમારીઓનો અંત આવશે. રિકવરી ઝડપથી થશે. મેથી ડિસેમ્બર સુધી સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. ખાસ કરીને જૂન, ઓગસ્ટ અને નવેમ્બરમાં સાવચેત રહો. આ મહિનાઓ દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે.



ધનઃ-

પોઝિટિવઃ- આવનાર વર્ષમાં મેથી ડિસેમ્બરનો સમય તમારા માટે ઘણો સારો રહેશે. તમે આ દિવસોમાં મોટા લક્ષ્યો નક્કી કરશો. તમે ઊર્જાવાન અનુભવશો. કામને લઈને વધુ સ્પષ્ટતા થશે. ખાસ લોકો સાથે સંપર્કમાં આવશો. નવી ઓફર મળી શકે છે. નવી યોજનાઓ પર કામ થશે. જૂના કામ ઝડપથી પૂરા થશે. તમારી આવડતને ઓળખવામાં તમને મદદ મળશે. આગળ વધવાની તકો મળશે. જીવનમાં મોટા ફેરફાર થવાના યોગ છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત થવાની સંભાવના છે.

નેગેટિવઃ- જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો સમય સાવધાનીપૂર્વક વિતાવો. જોખમ ન લો. રોકાણમાં નુકસાનની શક્યતા રહેશે. વિચાર્યા વગર કોઈને આપેલું વચન તમને મૂંઝવી શકે છે. તમારે ધૈર્ય રાખવું પડશે. મે થી ડિસેમ્બરની વચ્ચે સમય મિશ્રિત રહેશે.

વ્યવસાયઃ- જાન્યુઆરીથી એપ્રિલ સુધી નોકરીમાં સામાન્ય સમય રહેશે. લોકો તમારી નબળાઈનો ફાયદો ઉઠાવી શકે છે. સહકર્મીઓ અને અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે. મેથી ડિસેમ્બર સુધીનો સમય સારો રહેશે. જૂની સમસ્યાઓનો અંત આવી શકે છે. ટ્રાન્સફર અને પ્રમોશનની સંભાવના રહેશે. જૂની ધંધાકીય સમસ્યાઓ દૂર થવાના યોગ છે, જેનાથી મોટો ફાયદો થઈ શકે છે. વિદેશી વ્યવસાય અને નોકરી માટે ઉત્તમ સમય છે. નોકરીની શોધમાં રહેનારા લોકોને સફળતા મળશે.

લવઃ- વર્ષનાં પહેલાં ચાર મહિનામાં સંબંધોને સંભાળવા પડશે. તમે જીવનસાથીની લાગણીઓને સમજી શકશો નહીં. તમે તમારી પોતાની લાગણીઓને તેમના પર લાદશો. આવું કરવાથી સંબંધોમાં કડવાશ આવી શકે છે. અહંકારનાં કારણે વિવાદ વધવાની શક્યતા છે. મેથી ડિસેમ્બર સુધી હળવો સમય રહેશે. જૂની સમસ્યાઓ દૂર થવા લાગશે. મન પણ સારું રહેશે. તમને તમારી ભૂલોનો અહેસાસ થશે. નવા સંબંધો મજબૂત બનશે. જીવનસાથી સાથે મુસાફરીની પણ તક મળશે.

વિદ્યાર્થી વર્ગઃ- જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો સમય થોડો મુશ્કેલ રહેશે. આળસ વધી શકે છે. જો તમે સજાગ રહેશો તો થોડી સફળતા મળવાના યોગ છે. સતત પ્રયત્ન કરશો તો આવનારા દિવસોમાં સફળતા મળશે. મહેનત કરવાનો સમય આવી ગયો છે. મેથી ડિસેમ્બર સુધી સમય સારો રહેશે. તમને નક્ષત્રોનો સહયોગ પણ મળશે. તમને વાંચવાનું મન થશે. જો કોઈ ખાસ પરીક્ષા થવાની છે, તો સફળતા મળવાની સંપૂર્ણ સંભાવના છે.

સ્વાસ્થ્યઃ- વર્ષનાં પહેલાં ચાર મહિનામાં ખાસ ધ્યાન રાખવું. આ દિવસોમાં ખરાબ આદતો પડી શકે છે. ખાવાની ટેવમાં અનિયમિતતા હોઈ શકે છે. એપ્રિલ બાદ જૂની સમસ્યાઓથી રાહત મળશે. મન પણ સ્વસ્થ રહેશે. સારી દિનચર્યા સેટ કરી શકાય છે.



મકરઃ-

પોઝિટિવઃ- જાન્યુઆરીથી એપ્રિલ સુધી જૂની અડચણો દૂર થશે. જોશ રહેશે. નવા લોકો સાથે મુલાકાત થશે. આગળ વધવાની તકો મળશે. કામમાં પ્રગતિ થશે. બેંક સાથે જોડાયેલાં કામ પૂરાં થશે. લોન મળી શકે છે. નવી ઓફર મળી શકે છે. કામ વધારવા માટે સમય અનુકૂળ છે. નવી તકો મળી શકે છે. પોતાને ઓર્ગેનાઈઝ બનાવશો તો શ્રેષ્ઠ પરિણામો મેળવશો. મેથી ઓક્ટોબર સુધી થોડા જ કામ પૂરાં થશે. પારિવારિક માહોલ સુખદ રહેશે. જોખમી કામોથી નુકસાન થઈ શકે છે. નવેમ્બર-ડિસેમ્બરમાં મનોબળ વધશે. સ્થિતિ તમારી ફેવરમાં રહેશે. ઈચ્છાઓ પૂરી થશે.

નેગેટિવઃ- મેથી ઓક્ટોબર સુધી નજીકના લોકોના વ્યવહારમાં ફેરફાર જોવા મળશે. કેટલાક લોકો તમારા કામમાં અડચણ પેદા કરી શકે છે અને ષડયંત્ર પણ રચી શકે છે. પરેશાનીઓ આવી શકે છે. કેટલાક કામ અધૂરાં રહી શકે છે. જે લોકો પહેલાં તમારી ફેવરમાં હતા તેઓ આ દિવસોમાં બદલાયેલાં જોવા મળશે.

વ્યવસાયઃ- વર્ષની શરૂઆતમાં બિઝનેસ વધશે. પ્રમોશન અને સારી નોકરીના યોગ બનશે. અધિકારીઓ પાસેથી મદદ મળી શકે છે. બિઝનેસ વધશે. અટકેલાં રૂપિયા પાછા મળી શકે છે. નવા બિઝનેસ માટે સમય અનુકૂળ છે. નવી પાર્ટનરશીપમાં પણ ફાયદો થવાના યોગ બનશે. નવેમ્બર-ડિસેમ્બરમાં પણ આવા જ સારા યોગ બનશે. વિદેશ અને દૂરના સ્થાને રહેતાં લોકો સાથે જોડાશો. તેમની સાથે કામ કરવાની ઓફર પણ મળી શકે છે. વિદેશ જવાના યોગ બની રહ્યાં છે. મેથી ઓક્ટોબરની વચ્ચે સાવધાન રહેવું. હાલની નોકરી કે બિઝનેસમાં પરિસ્થિતિઓ અચાનક બદલાઈ શકે છે. પોતાની ભૂલો પર ધ્યાન આપવાની જરૂર છે. એલર્ટ રહેવું.

લવઃ- લવ લાઈફ માટે વર્ષની શરૂઆતના ચાર મહિના ખૂબ જ સારા છે. લીવઈનમાં છો કે કોઈ જૂનો સંબંધ હોય તો આ દિવસો દરમિયાન સંબંધો મજબૂત બનશે. લગ્નના યોગ બનશે. પ્રેમીની સાથે સારી જગ્યાએ ફરવા જવાના યોગ છે. પ્રપોઝ કરવા માટે સમય સારો છે. સંબંધોને મજબૂત બનાવવાનો સમય છે. નવા પ્રેમ-પ્રસંગો બનશે. મેથી ઓક્ટોબરનો સમય મિશ્ર રહેશે. વિવાદ થશે તો સંબંધોમાં સુધારાના પણ યોગ છે. સંબંધો બગડશે અને સુધરશે પણ ખરાં. વિવાદોને તૂલ આપવાથી બચવું. ઈગોને લીધે પરેશાની વધશે. પ્રેમની દ્રષ્ટિએ નવેમ્બર અને ડિસેમ્બર ખૂબ જ સારા મહિના રહેશે.

વિદ્યાર્થી વર્ગઃ- જન્યુઆરીથી એપ્રિલ સુધીનો સમય સારો છે. વિદેશ જવા માટે કોઈ એક્ઝામ આપી રહ્યાં હોવ તો સફળતા મળવાના ચાન્સ છે. આ દિવસોમાં યોજાનારી કોમ્પિટિશન એક્ઝામમાં પણ સફળતા મળવાના યોગ બનશે. પરંતુ મેથી ઓક્ટોબરના સમયમાં કોન્સન્ટ્રેશન ઓછું રહેશે. મન ભટકી શકે. આ દિવસોમાં યોજાનારી પરીક્ષામાં મહેનત વધુ અને સફળતા ઓછી મળી શકે છે. નવેમ્બર અને ડિસેમ્બરનો સમય સારો રહેશે.

સ્વાસ્થ્યઃ- જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો સમય સારો રહેશે. ખાન-પાનમાં સુધારો કરવો અને એક્સરસાઈઝ કરો. વોક કરો. રૂટિનમાં ફેરફાર કરવા માટે સમય સારો રહેશે્. મેથી ઓક્ટોબરની વચ્ચે સાવધાની રાખજો. મૌસમી ફેરફાર થાય તો વધુ પરેશાનીઓ પેદા થઈ શકે છે, પરંતુ વધુ પરેશાની નહીં થાય. નવેમ્બર-ડિસેમ્બર મહિનો સારા રહેશે.



કુંભ

પોઝિટિવઃ- જે પણ કામ કરી રહ્યાં હોવ તેમાં સમયગાળો પક્ષમાં રહી શકે છે. આગળ વધવામાં આવી રહેલી અડચણો ઓછી થશે. ધનલાભ થવાના યોગ બનશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પ્રોપ્રટી ખરીદવા કે બનાવવા માટે સમય અનુકૂળ રહેશે. પરિવારથી મદદ મળશે. પરિવારમાં ચાલતા વિવાદો દૂર થવાના યોગ બનશે. એપ્રિલ પછી યોજનાઓને આગળ વધારી શકો છો. યાત્રાઓ થશે. નવા લોકો સાથે મુલાકાત થશે. લોકો ઉપર તમારો પ્રભાવ વધશે.

નેગેટિવઃ- માર્ચ અને ઓગસ્ટમાં સાવધાન રહેવું પડશે. આ મહિનાઓમાં તમારા નજીકના લોકો તમને દગો આપી શકે છે. કોઈની પાસેથી મદદ નહીં મળે. વિવાદ અને અણબનાવ થઈ શકે છે. જરૂરી કામમાં અડચણો આવી શકે છે. યોજનાઓ પ્રમાણે કામ નહીં થઈ શકે. માનસિક તણાવને લીધે કામ બગડી શકે છે.

વ્યવસાયઃ- વર્ષની શરૂઆતના દિવસોમાં ચાલી રહેલી નોકરીમાં સુખદ પરિસ્થિતિઓ સર્જાશે. અધિકારીઓ અને સાથીઓની સાથે સંબંધો સુધરશે. મદદ મળશે. એપ્રિલ પછી પ્રગતિ થવાના યોગ છે. નવી નોકરી શોધી રહ્યાં હોવ તો તેમાં સફળતા મળી શકે છે. બીજા શહેર કે વિદેશમાં જવા માટે સમય સારો રહેશે. બિઝનેસ કરનારા લોકો માટે સમય ફાયદાકારક રહેશે. જૂની મહેનતનો ફાયદો મળી શકે છે. જૂનું રોકાણ ફાયદો આપી શકે છે. નવા લોકો સાથે લેનદેન કરવાથી ફાયદો થશે. નવું કામ શરૂ કરવા માટે સમય સારો છે.

લવઃ- લીવઈનમાં રહેતાં કપલ માટે સમય સમય સારો રહેશે. લગ્નના યોગ બનશે. વર્ષની શરૂઆતમાં નવો પ્રેમ પ્રસંગ સર્જાઈ શકે છે. આ સંબંધ ધીરે-ધીરે ગાઢ બની શકે છે. લગ્ન કરવા ઈચ્છતા હોવ તો તેના યોગ બનશે. પ્રેમીની સાથે યાદગાર યાત્રાએ જવાના યોગ છે. આ વર્ષે જૂની ઈચ્છાઓ પૂરી થશે. ફેબ્રુઆરી અને સપ્ટેમ્બર મહિનો પ્રેમ સંબંધો માટે સારા નથી. આ મહિનાઓમાં સંબંધો નબળા પડી શકે છે.

વિદ્યાર્થી વર્ગઃ- દૂરની જગ્યાએ યાત્રાએ જવાના યોગ બનશે. જોબ પણ મળી શકે છે. અભ્યાસ કરવા છતાં કોન્ફિન્ડસ પહેલાં કરતાં ઓછો રહેશે. નવી વસ્તુઓ શીખશો. કોઈ ટાર્ગેટ સેટ કરી રાખ્યો હોય તો પૂરો થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું પડશે. આ વર્ષે કોઈ ઓપરેશન થઈ શકે છે. જૂની બીમારીઓથી રાહત મળી શકે છે. રિકવરી સારી રીતે થશે.



મીન

પોઝિટિવઃ- આગળ વધવાની નવી તકો મળશે. કોન્ફિડન્સ અને પ્રભાવ વધશે. એપ્રિલ પછી આવક વધી શકે છે. પરિવારથી સુખ મળશે. પ્રોપર્ટી ખરીદવાના યોગ બનશે. પ્રોપર્ટીથી સુખ મળશે. વ્હીકલ ખરીદીના યોગ બનશે. પરિવારમાં માંગલિક કામ થવાના યોગ બનશે. પોતાનો વિકાસ કરવા માટે આ વર્ષ ખૂબ જ સારું છે. પરિવારના સપનાઓ પૂરાં કરશો.

નેગેટિવઃ- કામકાજમાં અડચણો આવી શકે છે. કેટલાક લોકોના વ્યવહારથી તમે પરેશાન રહી શકો છો. ચેલેન્જ આવશે. વગર વિચાર્યે-કર્યે નિર્ણયો લેશો તો તમારી પરેશાની વધી શકે છે. કોઈ વાતને લઈને અજાણ્યો ડર ચાલતો રહે.

વ્યવસાયઃ- હાલની નોકરીમાં મજબૂતી અને સ્થાયિત્વ આવશે. નોકરીમાં ડામાડોળ સમાપ્ત થશે. ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશન થવાના યોગ બનશે. એપ્રિલ પછી પ્રમોશન મળવાના યોગ બનશે. જવાબદારીઓ મળી શકે છે. બિઝનેસમાં ધનલાભ થઈ શકે છે. બિઝનેસ વધશે અને મજબૂત પણ થશે. એપ્રિલ પછી લોન લેવા ઈચ્છતા હોવ તો સમય સારો છે. નવું સ્ટાર્ટઅપ કરવા માટે સમય સારો છે. વિદેશમાં નોકરી કે બિઝનેસ કરવા ઈચ્છતા હોવ તો ગ્રહોનો સાથ મળી શકે છે.

લવઃ- વ્યક્તિત્વ મજબૂત થશે. તેનાથી નવા પ્રેમ પ્રસંગો બનશે. નવા લોકો આકર્ષિત થશે. લવ લાઈફ મજબૂત થશે. નવા સંબંધો બનશે. સંતાન સુખ મળશે. લગ્નના યોગ બનશે. એકલા નહીં રહો. નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે. જૂન અને સપ્ટેમ્બરમાં સંબંધોને લઈને સાવધાન રહેવું. અણબનાવ કે વિવાદ થઈ શકે છે. પરંતુ નુકસાન થવાના યોગ નથી.

વિદ્યાર્થી વર્ગઃ- એક્ઝામ, ટેસ્ટ કે ઈન્ટરવ્યૂ માટે આખું વર્ષ સારું છે. મનના ધાર્યા પ્રમાણે પરિણામ મળી શકે છે. લક્ષ્ય પૂરાં થવાના યોગ છે. ગુંચવણો સમાપ્ત થઈ શકે છે. પ્રયત્નો પૂરાં કરશો તો સફળતા જરૂર મળતી રહેશે.

સ્વાસ્થ્યઃ- ગંભીર બીમારીઓ રિકવર થવા માટે સમય સારો છે. રિકવરી કરી રહ્યાં હોવ તો સમય સાથ આપશે. સ્વાસ્થ્યમાં સારો ફેરફાર કરવા ઈચ્છતાં હોવ તો ગ્રહોનો સાથ મળશે. પરિવારના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા ચાલતી રહેશે પરંતુ પરેશાનીઓ કે ચિંતાની કોઈ બાબત નથી.