નવી પેન્શન યોજનામાં ઓનલાઇન ઉપાડ સુવિધા બંધ : 1 જાન્યુઆરીથી લાગુ

નવી પેન્શન યોજનામાં ઓનલાઇન ઉપાડ સુવિધા બંધ : 1 જાન્યુઆરીથી લાગુ

નવી પેન્શન યોજનામાં ઓનલાઇન ઉપાડ સુવિધા બંધ : 1 જાન્યુઆરીથી કરના.

કેન્દ્ર સરકારે હવે નવી પેન્શન યોજના સાથે જોડાયેલા કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓ માટે 1 જાન્યુઆરી, 2023થી તેના રોકાયેલા ભંડોળમાંથી ઉપાડ અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે. અગાઉ કોવિડના કારણે કર્મચારીઓને આ ભંડોળમાંથી ઓનલાઇન ઉપાડની સુવિધા આપવામાં આવી હતી પરંતુ હવે તે સુવિધા પાછી ખેંચી છે અને આગામી વર્ષથી કર્મચારી એનપીએસમાંથી ઉપાડ માટે અરજી કરી શકશે અને તેણે આ અરજી સંબંધીત નોડલ અધિકારી મારફત આપવાની રહેશે.
પેન્શન ફંડ નિયામક દ્વારા આ સુધારો કરવામાં આવ્યો છે અને નવા સરક્યુલેશનમાં જણાવાયું છે કે તેમાં ઉપાડ માટે પણ નવા નિયમો લાગુ થયા છે જેમાં પેન્શન સ્કીમના લાભાર્થી કમસેકમ ત્રણ વર્ષથી એનપીએસના સદસ્ય હોય તે જરુરી છે અને તે વધુમાં વધુ તેના પોતાના યોગદાનના 25% જ ઉપાડ કરી શકશે.

જેમાં બાળકોના ઉચ્ચ શિક્ષણ, બાળકોના લગ્ન, ઘર, ખરીદી અથવા નિર્માણ કે ગંભીર બિમારીઓના ઇલાજ માટેજ આ નાણા ઉપાડી શકશે અને તે માટે જે તે નોડલ અધિકારી મારફત અરજી કરવાની રહેશે અને વર્તમાન નિયમો મુજબ તેમાં ઉપાડની મર્યાદા લાગુ થઇ છે.