હરાજીના ઈતિહાસમાં સૌથી મોંઘો વેચાયો સેમ કરણ:પૂરન સૌથી વેલ્યુએબલ વિકેટકીપર, ઓલરાઉન્ડર્સ પર રૂ. 103.95 કરોડ ખર્ચાયા

હરાજીના ઈતિહાસમાં સૌથી મોંઘો વેચાયો સેમ કરણ:પૂરન સૌથી વેલ્યુએબલ વિકેટકીપર, ઓલરાઉન્ડર્સ પર રૂ. 103.95 કરોડ ખર્ચાયા

હરાજીના ઈતિહાસમાં સૌથી મોંઘો વેચાયો સેમ કરણ:પૂરન સૌથી વેલ્યુએબલ વિકેટકીપર, ઓલરાઉન્ડર્સ પર રૂ. 103.95 કરોડ ખર્ચાયા

ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કરન ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની હરાજીના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. 24 વર્ષીય કરણને કોચીમાં ચાલી રહેલી IPL મિની-ઓક્શનમાં પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઈસ 2 કરોડ હતી એટલે કે તેને તેની કિંમત કરતાં 9 ગણી વધારે કિંમત મળી હતી. અગાઉ તે ચેન્નાઈની ટીમમાં હતો. નિકોલસ પૂરન અત્યાર સુધીનો સૌથી મોંઘો વિકેટકીપર છે. તેને લખનઉ સુપર જાયન્ટ્સે 16 કરોડમાં ખરીદ્યો હતો.

મીની હરાજી શુક્રવારે બપોરે 2.30 વાગ્યે શરૂ થઈ હતી અને 8.30 વાગ્યા સુધી એટલે કે 6 કલાક સુધી ચાલી હતી. 87માંથી 80 ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા. IPL ફ્રેન્ચાઈઝી પાસે ખેલાડીઓને ખરીદવા માટે 206.5 કરોડની રકમ હતી. તેમાંથી 103.95 કરોડ એટલે કે 62.25% રકમ ઓલરાઉન્ડરોના ખાતામાં ગઈ.

1. સૌથી મોંઘો સૈમ કરન, ક્રિસ મોરિસનો રેકોર્ડ તોડ્યો
સૈમ કરન IPL ઓક્શન ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પંજાબે તેને 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સૌથી મોંઘો હોવાનો અગાઉનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના ક્રિસ મોરિસના નામે હતો. તેને 16.25 કરોડ રૂપિયા મળ્યા હતા.

2. SRHએ બ્રૂકને 13.25 કરોડમાં ખરીદ્યો
હૈરી બ્રૂક માટે સનરાઇઝર્સ અને રાજસ્થાન વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. રાજસ્થાનના પર્સમાં માત્ર 13 કરોડ રૂપિયા બચ્યા હતા અને તેમણે બ્રૂક માટે આખા 13 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. પરંતુ, સનરાઇઝર્સે રાજસ્થાનને 13.25 કરોડની બોલી લગાવીને રેસમાંથી બહાર કરી દીધું અને બ્રૂકને પોતાની ટીમમાં લઈ લીધો હતો.

3. પૂરન IPL ઈતિહાસનો સૌથી મૂલ્યવાન વિકેટકીપર બન્યો
IPL ઓક્શન ઈતિહાસમાં વધુ એક રેકોર્ડ સર્જાયો છે. વેસ્ટ ઈન્ડિઝનો નિકોલસ પૂરન વિકેટકીપર તરીકે અત્યાર સુધીનો સૌથી મોંઘો વેચાયો છે. તેને હૈદરાબાદે 16 કરોડમાં ખરીદ્યો હતો. આ પહેલાં સૌથી વધુ કમાણી કરનાર વિકેટકીપર મુંબઈનો ઈશાન કિશન (15.25 કરોડ) હતો. બોલિંગ ઓલરાઉન્ડર્સ પર સૌથી વધુ બોલી લાગી.

4. અનકેપ્ડ વિવ્રાંત શર્માને 2.6 કરોડ, બધાને આશ્ચર્યચકિત કર્યા અનકેપ્ડ ખેલાડીઓની હરાજીમાં જમ્મુ-કાશ્મીરના વિવ્રાંત શર્મા પર લાગેલી બોલીએ બધાને ચોંકાવી દીધા. લેફ્ટ હેન્ડ સ્પિન બોલિંગ સાથે બેટિંગ કરવામાં સક્ષમ વિવ્રાંતને સનરાઇઝર્સે રૂ. 2.6 કરોડમાં ખરીદ્યો હતો. અનકેપ્ડ ફાસ્ટ બોલર શિવમ માવીને પણ ટાઇટન્સે 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેના સિવાય બંગાળના ઝડપી બોલર મુકેશ કુમારને દિલ્હીએ 5.50 કરોડમાં ખરીદ્યો હતો.

ઓક્શન વિશે જાણો...
ઓક્શનના એક દિવસ પહેલાં ઇંગ્લેન્ડના 18 વર્ષના લેગસ્પિનર ​​રેહાન અહેમદે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તો ફ્રેન્ચાઇઝી માટે પણ એક સારા સમાચાર છે. બેન સ્ટોક્સ, કેમેરુન ગ્રીન અને સેમ કરન જેવા ટોચના ઇંગ્લિશ અને ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ આખી IPL 2023ની સિઝન માટે ઉપલબ્ધ રહેશે. ઓક્શનના એક દિવસ પહેલાં IPLની બધી જ ટીમને મોકલવામાં આવેલા મેઇલમાં BCCIએ કહ્યું છે કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનાં ક્રિકેટ બોર્ડે IPLની આખી સિઝન માટે તેમના ખેલાડીઓની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે.



તો BCCIએ મોકલેલા આ મેઇલમાં એ પણ ખુલાસો થયો છે કે હરાજી માટે સામેલ 5 ભારતીય બોલર્સને તેમની શંકાસ્પદ બોલિંગ એક્શન માટે પ્રતિબંધિત કરવામાં આવી શકે છે, જેમાં મુંબઈનો સ્પિનર ​​તનુષ, કેરળનો રોહન, વિદર્ભનો અપૂર્વ વાનખેડે, ગુજરાતનો ચિરાગ ગાંધી અને મહારાષ્ટ્રનો રામકૃષ્ણન ઘોષ સામેલ છે.

ઓક્શન પહેલાં આ સ્ટોરીમાં આપણે તે 5 ડોમેસ્ટિક પ્લેયર્સના ક્રિકેટમાં પરફોર્મન્સ વિશે જાણીશું, સાથે જ જાણીશું કે તેઓ કેમ મોંઘા વેચાશે. આની પહેલાં IPLના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોંઘા પ્લેયર્સનાં નામ વિશે જાણી લો...



હવે જાણી લો... 6 ડોમેસ્ટિક પ્લેયર્સ વિશે...

1. નારાયણ જગદીશન- વિજય હઝારેમાં 277 રનની ઇનિંગ રમી
IPLની ગત સિઝનમાં ચેન્નઈ સુપરકિંગ્સના સ્ક્વોડનો સભ્ય રહી ચૂકેલો નારાયણ જગદીશનને CSKએ રિલીઝ કરી દીધો હતો. એ પછી 27 વર્ષના આ પ્લેયરે હાલમાં જ રમાયેલી વિજય હઝારે ટ્રોફીની 5 મેચમાં 5 સદી ફટકારી દીધી હતી, જેમાં તેણે 277 રનનો વર્લ્ડ રેકોર્ડ સ્કોર પણ બનાવ્યો હતો. આ જ ફોર્મને તેણે રણજી ટ્રોફીમાં ચાલુ રાખીને પહેલી જ મેચમાં 77 બોલમાં સદી ફટકારી હતી.

T20 કરિયરમાં અત્યાર સુધીમાં રમેલી 51 મેચમાં તેણે 118.61નો સ્ટ્રાઈક રેટે 1064 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 6 ફિફ્ટી પણ ફટકારેલી છે. IPLની 7 મેચમાં તેણે 110.61ના સ્ટ્રાઈક રેટથી માત્ર 73 રન જ બનાવ્યા છે.

આ ઓક્શનમાં તેની બેઝપ્રાઇસ 20 લાખ રૂપિયા છે. ગુજરાત ટાઇટન્સની ટીમને ઋધિમાન સાહાની સાથે એક ભારતીય વિકેટકીપરની જરૂર છે. તેવામાં જગદીશન પર બોલી લગાવી શકે છે. જગદીશન 8મા સેટમાં અનકૈપ્ડ વિકેટકીપરના રૂપમાં ઊતરશે.

2. શિવમ માવી- છેલ્લે 7.25 કરોડમાં વેચાયો હતો
ભારતની અંડર-19 ક્રિકેટ ટીમમાંથી આવેલા ફાસ્ટ બોલર શિવમ માવી ગત સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ હતો. મેગા ઓક્શનમાં તેને 7.25 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. પરંતુ, ઈજાના કારણે 24 વર્ષીય ફાસ્ટ બોલર માત્ર 6 મેચ જ રમી શક્યો હતો. જેમાં તેને 5 વિકેટ મળી હતી. માવીએ ભૂતકાળમાં તેની લેન્થ અને વેરિયેશન સાથે ડેથ બોલિંગ પર પણ કામ કર્યું છે.

તેનું નામ ઓક્શનના 9મા સેટમાં અનકેપ્ડ ફાસ્ટ બોલર્સની યાદીમાં છે. તેની બેઝ પ્રાઇસ 40 લાખ રૂપિયા છે. કુલ 46 T20 મેચમાં માવીએ 8.27ના ઇકોનોમી રેટથી 46 વિકેટ લીધી છે. IPLમાં ઘણી ટીમને ડેથ બોલર્સની જરૂર છે. આવી સ્થિતિમાં ફરી એકવાર માવી પર ઘણી ટીમ બોલી લગાવી શકે છે.

3. યશ ઠાકુર- મુશ્તાક અલીમાં 15 વિકેટ ઝડપી
વિદર્ભના પેસ બોલિંગ ડિપાર્ટમેન્ટનો સભ્ય યશ ઠાકુરે ગત સૈયદ મુશ્તાક અલી T20 ટુર્નામેન્ટમાં 15 વિકેટ ઝડપી છે. તેનો 10 મેચમાં 7.17ની ઇકોનોમી રેટ છે. IPLમાં તે પંજાબ કિંગ્સના નેટ સેશનમાં પણ ઘણી વખત નજરે આવી ગયો છે. તેવામાં પંજાબ કિંગ્સની ટીમ તેના પર બોલી લગાવી શકે છે.

યશ ઠાકુર 9મી સેટમાં અનકૈપ્ડ ઓલરાઉન્ડર્સની લિસ્ટમાં ઊતરશે. તેની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા છે. T20 કરિયરની 37 મેચમાં તે 6.68ના ઇકોનોમી રેટ સાથે 55 વિકેટ લીધી છે. તો લિસ્ટ-A ક્રિકેટની 28 મેચમાં 44 વિકેટ લીધી છે.

4. સનવીર સિંહ- 205.17ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા
પંજાબનો ઊભરતો બોલિંગ ઓલરાઉન્ડર સનવીર સિંહ પણ મિની ઓક્શનમાં મોટી રકમ મેળવી શકે છે. છેલ્લી સૈયદ મુશ્તાક અલી T20 ટુર્નામેન્ટમાં તેણે 3 મેચમાં 205.17ના સ્ટ્રાઈક રેટથી 119 રન બનાવ્યા હતા. તેણે વિજય હઝારેની 5 મેચમાં 156 રન બનાવ્યા અને 7 વિકેટ પણ લીધી હતી.

26 વર્ષીય સનવીર પણ ચેન્નાઈમાં લીગ ક્રિકેટ રમવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનું માનવું છે કે આ લીગ તેની ઓલરાઉન્ડ ક્ષમતામાં વધારો કરે છે. સનવીરની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા છે. સનવીર 7મા સેટની અનકૈપ્ડ ઓલરાઉન્ડર્સની લિસ્ટનો ભાગ છે. ઘણી IPL ટીમને ઓલરાઉન્ડરની જરૂર છે, તેથી ઘણી ટીમ સનવીર પર પણ દાવ લગાવી શકે છે.

5. મુકેશ કુમાર- ઈન્ડિયા-Aમાં પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો
29 વર્ષનો ફાસ્ટ બોલર મુકેશ કુમાર બંગાળ તરફથી રણજી ટ્રોફી રમે છે. તાજેતરમાં જ તેને ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામેની ઈન્ડિયા-એ ટીમનો પણ ભાગ બનાવવામાં આવ્યો હતો. તે સપ્ટેમ્બર 2022માં સાઉથ આફ્રિકા સામેની ટીમ ઈન્ડિયાની ODI ટીમનો પણ ભાગ હતો. તેને IPLમાં ડેબ્યૂ કર્યા વિના પણ ટીમ ઈન્ડિયાની ટીમમાં જગ્યા મળી ગઈ હતી. જોકે તેણે હજુ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું નથી.

મુકેશે 23 T20 મેચમાં 7.20ની ઇકોનોમી રેટથી 25 વિકેટ લીધી છે. તે IPLમાં છેલ્લી વખત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો નેટ બોલર હતો. મુકેશની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા છે. તે 9મા સેટમાં અનકૈપ્ડ પેસ બોલર્સના લિસ્ટમાં સામેલ છે.

6. આકાશ વશિષ્ઠ- આ વર્ષે T20માં 163નો સ્ટ્રાઈક રેટ
હિમાચલ પ્રદેશ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહેલા આકાશ વશિષ્ઠે આ વર્ષની સૈયદ મુસ્તાક અલી સિઝનમાં 163.63ની સ્ટ્રાઈક રેટથી 216 રન બનાવ્યા હતા. 28 વર્ષીય આ ઓલરાઉન્ડરે તેની ટીમને આ સિઝનની ફાઈનલમાં પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

લેફ્ટ હેન્ડેડ બેટિંગ કરતા આકાશે 17 T20 મેચમાં 322 રન બનાવ્યા હતા. જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 146.36 રહ્યો હતો. આકાશ 17મા સેટમાં અનકૈપ્ડ ઓલરાઉન્ડર ખેલાડીઓના લિસ્ટમાં સામેલ છે. તેની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા છે.